ન્યુક્લિયર સાઇટવાળા શહેરોમાં જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ખાસ-ખબર ન્યૂઝ ઇઝરાયલ, તા.19
- Advertisement -
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.
ઇસ્ફહાન એ જ પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલા 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જોકે, ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99% હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઇરાન સામે બદલો લેવાની યોજના બનાવવા માટે યુદ્ધ કેબિનેટ સાથે 5 બેઠકો યોજી હતી.