ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આવેલ 27 ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને મધ્યસત્રની ચુંટણી માટે મતદાન બાદ આજે મત ગણતરી યોજવામાં આવી હતી તે ઉપરાંત ત્રણ તાલુકાની 13 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીનું પણ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, હળવદ, વાંકાનેર તાલુકા, ટંકારા અને માળિયા તાલુકાની 27 ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્રની ચુંટણીના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તે ઉપરાંત મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાની 13 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે અનેક સ્થળે હારજીતનું અંતર માત્ર બે ડીજીટ એટલે કે 100 મત કરતા પણ ઓછી રહી હતી અને રસાકસીભર્યા જંગ જોવા મળ્યા હતા.
- Advertisement -
મોરબી તાલુકાના સરપંચ વિજેતાની યાદી
આમરણ – નિર્મળાબેન કાળુભાઈ અઘેરા
ડાયમંડનગર – રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રા
ધરમપુર – ધરમશીભાઈ અંબારામભાઈ માકાસણા
ધૂળકોટ – તૃપ્તિબેન નટવરલાલ રાઘવાણી
લક્ષ્મીનગર – સમીમબેન સિકંદર સુમરા
રાજપર (કું) – નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી
ઊંટબેટ શામપર – સુશીલા હસમુખ ચોટલીયા
માળિયા તાલુકાના સરપંચ વિજેતાની યાદી
- Advertisement -
નંદનવન – કમલેશભાઈ નરભેરામભાઈ ઉધરેજા
ચાંચાવદરડા – રમણીકભાઈ જશમતભાઈ બાવરવા
બોડકી – વિપુલભાઈ જસમતભાઈ ડાભી
વાંકાનેરના વિજેતા સરપંચની યાદી
ભેરડા – મનીષ ધીરાભાઈ રોજાસરા
પીપળીયા રાજ – રીઝવાના ઈલ્મુંદિન દેકાવાડીયા
ભાટિયા – હર્ષાબા મનોહરસિંહ જાડેજા
સિંધાવદર-વીડી-ભોજપરા – રમીલાબેન કિશોરભાઈ મકવાણા
પંચાસીયા – દિનેશકુમાર કાંતિલાલ ચારોલા
ટંકારાના વિજેતા સરપંચની યાદી
લજાઈ – રાજેન્દ્રકુમાર કાંતિલાલ વિઠલપરા