કોરોનાકાળના સમયની બેચનું પરિણામ ઘટ્યું
આજના રિઝલ્ટમાં લર્નિંગલોસનો ગેપ ચોખ્ખો દેખાય આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે. 2022માં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો અને 86.91 પરિણામ આવ્યું હતું. જે આ વર્ષ 13.64 ટકા ઘટીને 73.27 ટકાએ આવીને પરિણામ ઊભું રહી ગયું છે. આ પરથી કહી શકાય કે કોરોનાએ લોકો બાદ સૌથી વધુ ભોગ શિક્ષણ પર લેવાયો છે.
કોરોના સમયે ઓનલાઈન શિક્ષણની સીધી અસર આજના રિઝલ્ટ પર જોવા મળી છે. શિક્ષણવિદના કહેવા પ્રમાણે આજનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આગળ બહુ સંઘર્ષ કરાવશે. આ વર્ષે 51-60 માર્ક સાથે પાસ થનારાની સંખ્યા સૌથી વધુ છે. એટલે આ માર્ક સાથે ઈ1 ગ્રેડમાં પાસ થનારા 35 ટકા છે. આથી વિદ્યાર્થીઓમાં પણ મુંઝવણ છે કે હવે કંઈ ફેકલ્ટીમાં જવું. શિક્ષણવિદ મુક્તક કાપડિયાએ જણાવ્યું હતું કે, આ કોરોના પછીની પહેલી બેચ હતી અને લર્નિંગલોસનો ગેપ ચોખ્ખો દેખાય આવ્યો છે.
રિઝલ્ટ નિરાશાજનક છે. આ વર્ષનું રિઝલ્ટ ઘણું ઓછું જ કહેવાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમાં કોઈ સુધારો ન થઈ શકે, જે થઈ ગયું તે થઈ ગયું અને આપણે પાછા ન જઈ શકીએ. હવે આપણે એની પર ફોકસ કરવું પડશે કે, આપણે આગળ શું કરી શકીએ. જેની પાસે કોઠાસૂઝ હશે તે આગળ નિકળશે, જો કે, ગુજરાતીઓ પોતાનો રસ્તો હંમેશા શોધી લે છે અને મોટાભાગે સફળતા મેળવી જ લે છે. જેના ઉદાહરણરૂપે આપણે ધીરૂભાઈ અંબાણીની જોઈ શકીએ છીએ.
- Advertisement -
100% પરિણામ આપતી શાળાઓ 70% ઘટી
આજના રિઝલ્ટથી ઘણા વિદ્યાર્થીઓ પરિણામથી ખુશ છે પરંતુ રીઝલ્ટ જોવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ પરિણામ ઘટ્યું છે તેમાં પણ ખાસ કરીને ચોંકાવનારી બાબત છે કે, 2022 કરતા આ વર્ષે 100 ટકા પરિણામ આપતી સ્કૂલની સંખ્યા 70% ઘટી ગઈ છે અને વિદ્યાર્થીઓનું પરિણામ 17 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 9 ટકા ઘટ્યું છે. સતત ઘટી રહેલું પરિણામ આગામી સમયમાં શૈક્ષણિક માળખાને અસર કરે તેવું દેખાઈ રહ્યું છે.