AAP નેતા ગિરીશ રાવલે દારૂ વહેંચ્યાના વિડીયો પુરાવાઓ પણ છે!
સમાજનાં સજ્જનો, શિક્ષિતોને રાજકારણમાં સ્થાન આપવાનાં AAPનાં દાવા પોકળ સાબિત થયાં
આમ આદમી પાર્ટી અને તેના મુખીયા અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં ત્રણ ઈની પોલિસી અપનાવી છે એવું કહેવાય છે. આ રાજકીય પક્ષ અને તેના નેતાઓનો ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટી અને તેમાં જોડાયેલાઓ માટે 3 C હોવા જરૂરી છે. ઈ ફોર કેરેક્ટર.. વ્યક્તિત્વ સારું હોવું જોઈએ. ઈ ફોર નોનકરપ્ટડ.. ભ્રષ્ટાચાર ન કરવા જોઈએ અને C ફોર નોનક્રિમિનલ.. ગુનાહિત પ્રવૃત્તિ કરતા ન હોવા જોઈએ. આવા 3 C ધરાવતા લોકોને જ આ પક્ષમાં સ્થાન અને પદ મળે છે. જોકે આ માત્ર કહેવા પૂરતું જ છે, આમ આદમી પાર્ટી અત્યારે કેરેક્ટરલેસ, કરપ્ટડ એન્ડ ક્રિમિનલ લોકોની પાર્ટી બની ગઈ છે એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. હજુ ગઈકાલે જ 20 જાન્યુઆરી 2021નાં રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 16 જેટલા વિધાનસભા ક્ષેત્ર માટે વિધાનસભા પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર નોર્થમાંથી ગિરીશ રાવલની નિમણૂક કરવામાં આવી છે.
આપ નેતા ગિરીશ રાવલનો દારૂની હેરાફેરી કરતો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો…
- Advertisement -
‘આપ’માં જેટલાં કાર્યકરો નથી, તેટલાં વિવાદ છે, એક સાંધે ત્યાં તેરસો તૂટે છે
ગાંધીનગર (નોર્થ)ની જવાબદારી ગિરીશ રાવલને આપીને આમ આદમી પાર્ટીએ પુરવાર કર્યું કે, અન્ય પાર્ટીઓથી એ બિલકુલ અલગ નથી…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ગાંધીનગર નોર્થ વિધાનસભા ક્ષેત્રમાં જે ગિરીશ રાવલની નિમણૂક કરી છે તે ગિરીશ રાવલ કેરેક્ટરલેસ, કરપ્ટડ અને ક્રિમિનલ બેગ્રાઉન્ડ ધરાવે છે. ગિરીશ રાવલની ગુનાખોરીના પુરાવાઓ જોઈએ તેટલા હાજર છે. ગત ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં ગિરીશ રાવલ જાહેરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો જોવા મળ્યો હતો અને હવે આ જ મહાશયને ગાંધીનગર નોર્થ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી કામગીરી આમ આદમી પાર્ટીનાં સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ સોંપી છે. મતલબ સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનાં ઉદ્દેશ ઠાલા-નકામા અને દેખાવ પૂરતા જ છે, હકીકતમાં ચૂંટણીઓ જીતવા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
સમાજ બદલવાની વાત કરનારાઓએ પેલા સ્વયં બદલાવની જરૂર
શિષ્ટાચારી અને નિષ્કલંક નેતાઓનું આમ આદમી પાર્ટીને પાણીચું આપવાનું કારણ જગજાહેર થયું
- Advertisement -
ગિરીશ રાવલની નિમણૂક સ્થાનિક કાર્યકરોના કહેવાથી કરી : મનોજ સોરઠિયા
આમ આદમી પાર્ટીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 16 જેટલા વિધાનસભા ક્ષેત્ર માટે વિધાનસભા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગાંધીનગર નોર્થમાંથી ગિરીશ રાવલની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ગાંધીનગર નોર્થ વિધાનસભા ક્ષેત્રમાં ગિરીશ રાવલની નિમણૂક કરી છે તે ગિરીશ રાવલ કેરેક્ટરલેસ, કરપ્ટડ અને ક્રિમિનલ બેગ્રાઉન્ડ ધરાવતો હોવાના પુરાવા જગજાહેર છે જે અંગે ખાસ-ખબરે મનોજ સોરઠીયાને સવાલો કર્યા હતા ત્યારે મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગિરીશ રાવલની પસંદગી સ્થાનિક કાર્યકરોના કહેવાથી કરી છે, તેમની વિરુદ્ધ મારી પાસે કોઈ પુરાવા આવ્યા નથી પણ જો કોઈ પુરાવાઓ મળશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે. આમ, જોઈ શકાય છે કે, આપ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ જે ગિરીશ રાવલની નિમણૂક કરી છે તે ગિરીશ રાવલથી પોતે વ્યક્તિગત પરિચિત નથી, ફક્ત સ્થાનિક કાર્યકરોના કહેવાથી તેમણે આ નિમણૂક કરી આપી છે.
પાછલા થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી જાણીતા ચહેરોની વિદાય સહિત થયેલા ફેરફારો અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રભારીની નિમણૂક બાદ આમ આદમી પાર્ટીના જ કેટલાંક કાર્યકરો પોતાના પક્ષની એટલે કે, આપ પ્રદેશ ગુજરાતની કામગીરીથી ભયંકર અસંતુષ્ટ છે.