પાલીતાણાથી ભાવનગર જતા મુખ્ય માર્ગમાં વરસાદ અને સતત વાહન અવર જવરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો તેવા સમયે લોકોની માંગણી ધ્યાને રાખી પાલીતાણા શહેર ભાજપે સતત રજૂઆત કરતા, સફળતાપૂર્વક પાલિતાણાની જનતાના પ્રશ્નોનું નિરાકરણ થતાં હર્ષ ની લાગણી ફરી વળી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ના માર્ગદર્શન સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરતા 35 કરોડ ના ખર્ચે નવા પાલીતાણાના રેલ્વે ફાટક થી સોનગઢ રોડ ને મંજૂરી આપવામાં આવી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે તેમજ પાલીતાણા ભાજપ પરીવાર ના પદાધિકારીઓ તેમજ જૈન અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં રેલ્વે ફાટક થી સોનગઢ રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. આ તકે શહેર/ગ્રામ્ય ભાજપના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ/મહામંત્રી તેમજ સમગ્ર ટીમ, નગરપાલિકા ના સદસ્યો તેમજ તમામ કાર્યકર્તાઓ અને જૈન સંઘના અગ્રણી અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા આ તકે પાલીતાણા શહેર ભાજપે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા નો આભાર વ્યક્ત કરેલ તેમજ જૈન અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લાના પાલિતાણાના લોકો માટે રોડ રસ્તાના પ્રશ્ર્નોનું નિરાકરણ

Follow US
Find US on Social Medias


