વૃંદાવન સોસાયટીમાં સુવિધાનો અભાવ, એક વર્ષ થયું નથી ત્યાં તો ભેજ આવવો, પાણીનો પ્રશ્ર્ન, દીવાલોમાં તિરાડો સહિતના અનેક પ્રશ્ર્નો સર્જાયા
રાજકોટના રૂડા વિભાગમાં આવતી વૃંદાવન હાઉસીંગ કો-ઓપરેટિવ સોસાયટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હજુ તો એક વર્ષ થયું પણ નથી ત્યાં અનેક સુવિધાને લગતા સામાન્ય પ્રશ્ર્નો સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં આજદિન સુધી લાગતાવળગતાં અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.
- Advertisement -
સ્થાનિકોએ બિલ્ડર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે વૃંદાવન હાઉસીંગ કો-ઓપરેટિવ સોસાયટી બન્યાને હજુ તો એક વર્ષ પણ થયું નથી ત્યાં તો ફ્લેટની છતમાંથી પોપડા પડી રહ્યા છે, બાથરૂમની દિવાલોમાંથી પાણી જવી રહ્યું છે અને પાણી સાથે ફ્લેટની લાદીઓ પણ ઉખડવા લાગી છે. સિક્યોરિટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં ફ્લેટ ધારકોને કોઈ જવાબ આપવામાં આવતો નથી ત્યારે હવે આગામી સમયમાં જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો રહેવાસીઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.