જમ્મૂ કાશ્મીરના રામબન જિલ્લાના મેકરકોટ વિસ્તારમાં નેશનલ હાઇવેની પાસે એક નિર્માણ કરેલી સુરંગનો એક ભાગ ઢળી પડયો હતો. આ સુરંગના કાટમાળમાં 9 લોકો ફસાયા હોવાની આશંકા છે, જેમાંથઈ બેને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોને કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખુની નાલેમાં સુરંગની સામેની બાજુનો એક નાનો ભાગ ગુરૂવારની રાતે જ ઢળી પડયો હતો. ત્યાં કામ કરી રહેલા 7 લોકો તેમાં ફસાઇ ગયા હતા. ઘટના સ્થળ પર રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. પોલીસ અને સેનાના એક સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે. આ ઘટના ત્યારે બની જયારે કેટલાક લોકો અંદર ઓડિટ કરી રહ્યા હતા.
- Advertisement -
પોલીસ અને સેનાનું બચાવ અભિયાન ચાલુ
જયારે આ ઘટનાને લઇને રામબનના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું કે, રામબનના મેકરકોટ વિસ્તારમાં જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગના ખૂની નાલા પર એક નિર્માણધીન સુરંગનો એક ભાગ પડી ગયો. ચાલી રહેલા બચાવ અભિયાનમાં જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરી દીધો છે.
કેટલાક વાહનોને પણ નુકશાન થયુ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરંગની સામે ઉભએલા કેટલાય મશીનો અને વાહનોને નુકશાન પહોંચ્યું છએ. આ અકસ્માત માટે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી.
- Advertisement -
Jammu & Kashmir | A part of an under-construction tunnel collapsed at Khooni Nala, Jammu–Srinagar National Highway in the Makerkote area of Ramban. 6 to 7 feared trapped; one person rescued. Rescue operation is underway: Ramban Deputy Commissioner
— ANI (@ANI) May 19, 2022