વધુ 240 વ્યક્તિઓના સ્થળાંતર સાથે જિલ્લામાં 1046 લોકોને આશ્રય સ્થાનોમાં રખાયા
પોરબંદર જિલ્લામાં આજે વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ ઉપરવાસથી આવતા ભાદર નદીના પાણીના પ્રચંડ પ્રવાહને લીધે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોસ્ટકાર્ડના હેલિકોપ્ટરથી આજે વધુ 17 વ્યક્તિઓને એર લેફ્ટિંગ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તા. 29 ઓગસ્ટના રોજ વધુ 17 વ્યક્તિઓને એર લિફ્ટિંગ થી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જેમાં સિસલીમાં 9, અમીપુરમાં 6 અને મહિયારીમાં 2 વ્યક્તિઓને વાડી વિસ્તારમાંથી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
- Advertisement -
કલેક્ટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શનમાં તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી 1046 લોકોને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનોમાં સલામત રીતે રાખવામાં આવ્યા છે જ્યાં ભોજન અને આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે .બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ સુવિધાઓ આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા તંત્ર સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા ,ગ્રામ પંચાયત સૌના સહયોગથી અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે અને તેના પર એક કમિટી દેખરેખ રાખે છે. વિશેષમાં અસરગ્રસ્તો સિવાયના વિસ્તારમાં પણ આવશ્ર્યક સેવાઓનો પુરવઠો જળવાઈ રહે તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને આ અંગે જરૂરી આયોજન સુનિશ્ર્ચિત કરવા પણ કલેક્ટરએ અધિકારીઓને સુચના આપી છે.પોરબંદર જિલ્લામાં એસ.ડી.આર.એફ ની એક ટીમ હતી અને બીજી એક ટીમ પણ કાર્યરત કરવામાં છે. પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરીને જુદા જુદા વિસ્તારમાં બંદોબસ્ત ખાસ કરીને જ્યાં જોખમ છે એવા રોડ પર કોઈ મુસાફરી ન કરે તે માટે પણ પ્રબંધ કરવામાં આવ્યો છે.