ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોરબંદર ખાતે આધુનિક હેલ્થ અને વેલનેસ સ્ટુડિયો છઅછઊની મુલાકાત લીધી હતી. આરોગ્યક્ષેત્રમાં નવી દિશા તરફ પગલા સ્વરૂપે ઉભરતી આ પહેલ દ્વારા ત્વચા, વાળ, માનસિક આરોગ્ય, ફિઝિયોથેરાપી અને પોષણ જેવા વિષયો માટે વૈજ્ઞાનિક અને સંવેદનાત્મક ઉપચાર એક જ છત હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડો.આકાશ રાજશાખા, ડો.રાજવી રાજશાખા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, અગ્રણી અશોકભાઈ મોઢા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મનપા કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નાયબ મનપા કમિશનર મનન ચતુર્વેદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
RERA હેલ્થ એન્ડ વેલનેસ સ્ટુડિયોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી

You Might Also Like
Follow US
Find US on Social Medias