ફકત ત્રણથી આઠ વર્ષના બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો પર વિવિધ પ્રસ્તુતીની સાથોસાથ મધર્સ ડાન્સ અને ટીચર્સ ડાન્સની ઝલક પણ જોવા મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જેની સાચા અર્થમાં ગરીબ પરિવારના બાળકો માટેની ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની ગણનાં થાય છે તે શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ દ્વારા 76માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નાગર બોર્ડિંગના ટ્રસ્ટ્રીશ્રીઓ રાજીવભાઈ વૈષ્ણવ, કશ્યપભાઈ ધોળકિયા, શહેરના આગેવાનો જયેશભાઈ તન્ના, નરેશભાઈ માનસાતા જયેશભાઈ લોટીયા, દેવાંગભાઈ માંકડ પ્રમુખશ્રી શ્રી પંચનાથ ટ્રસ્ટ મયુરભાઈ શાહ માનદ મંત્રીશ્રી શ્રી પંચનાથ ટ્રસ્ટ ટ્રસ્ટ્રીશ્રીઓ મહેન્દ્રસિંહ ગોહેલ, નીખિલભાઇ મહેતા સાચા અર્થમાં શ્રી પંચનાથ ટ્રસ્ટમાં નિસ્વાર્થ ભાવે સેવા આપતા સેવાના ભેખધારીશ્રીઓ ભવ્યભાઈ પારેખ, પંકજભાઈ ચગ, મનુભાઈ ધાંધા શ્રીપંચનાથ હોસ્પિટલના ઇન્ચાર્જશ્રીઓ ધૃતિબેન ધડુક(મેડીકલ વિભાગ), અમિતભાઈ ઠક્કર(વહિવટી વિભાગ), અનેક શુભેરછકો સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો શિક્ષકગણ ખાસ હાજર રહ્યાં હતા.
ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડે ઉપસ્થિત રહેલા તમામ લોકોનું ભાવભીનું સ્વાગત કરતા પોતાના ઉદબોધનમાં જણાવેલ કે અત્યારે સ્કૂલમાં નર્સરી થી માંડીને ધોરણ-2 સુધીના ગરીબ પરિવારના 175 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને ન્યૂટ્રીશન ડો.ની સૂચના મુજબ સવારે રિસેસ ટાઈમમાં અલ્પાહાર આપવામાં આવે છે. સાથોસાથ સ્કૂલમાં ડિજિટલ સિસ્ટમથી અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકોના સ્વાંગી વિકાસ માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રમત ગમતની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેના ફલસ્વરૂપે ગયા વર્ષે પ્રથમ ઓપન સૌરાષ્ટ્ર જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ 2024 સ્પર્ધા યોજાઈ હતી તેમાં સ્કૂલના બાર બાળકો જેમકે વિવેકા ભાલસોડ, ઋષીત ભાલસોડ, કાર્તિક નાયર, જીયા મકવાણા, ધારવી પરમાર, ધ્રુવી વિશ્વકર્મા, નક્ષ રારછ, જીયાન જોધપુરા, ઉર્વશી મકવાણા,મોહિત બોલિયા પ્રબિર ગોસ્વામી, ધનવી માલિયા જેવા 12 સ્પર્ધકોએ ગોલ્ડથી મા નામ રોશન કર્યું હતું તે બદલ દરેક વિદ્યાર્થીઓને તેમના વાલીઓને તથા દિગ્દર્શક પલ્લવીબેન મહેતાને અભિનંદન પાઠવ્યા હતાં.