જૂનાગઢ જેલ ખાતે મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની સમીક્ષા બેઠક મળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર અનીલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની એક ખાસ સમીક્ષા બેઠક યોજાય હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા જેલ વિષે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરે જેલના કેદીઓની મુલાકાત કરી હતી તેમજ જેલમાં મળતું ભોજન તથા પાણી અને રહેવાની સુવિધા સહીત રસોડા વિભાગ તેમજ કેદીઓ દ્વારા બનાવામાં આવતા ફર્નીચર વિભાગ ની મુલાકાત કરી હતી જેમાં કેદીભાઈઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવતી ચીઝવસ્તુની કામીગીરી નિહાળી ખુશી વ્યક્ત કરી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા જેલ અધિકારીઓ દ્વારા કલેકટર ને રજૂઆત કરી હતી કે જિલ્લાના અન્ય તાલુકામાં કેદીને કોર્ટ મુદતમાં લઇ જવામાં આવેછે તેના બદલે જો કેદીઓને વિડિઓ કોન્ફરન્સથી કેસ ચાલવામાં આવેતો અનેક ગણો સમય અને ખર્ચ બચી જશે અને આર્થિક ખર્ચ ઓછો થશે આ સમીક્ષા બેઠકમાં મુલાકાતી બોર્ડ અને કોર કમિટીના સેન્શન્સ કોર્ટના જજ ધારાસભ્ય દેવાભાઇ માલમ,ભગવાનજી કરગઠીયા, સમાજ સુરક્ષા અધિકારી,મનપા કમિશનર,જિલ્લા શિક્ષણ અધિકારી અને સામાજિક આગેવાન અનકભાઈ ભોજક, રમેશભાઈ ડાંગર, લીલાબેન કાવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.