સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન સંત હશે તેમા કોઈ શંકા નથી પરંતુ આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. અલબત્ત સહજાનંદ સ્વામીએ પોતે પણ ખુદને ભગવાન તરીકે પ્રસ્તુત કર્યા નહતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સહજાનંદ સ્વામીને ભગવાન બનાવ્યા અને આ માટે તેમણે અન્ય ભગવાનને નિમ્ન બતાવી સહજાનંદ સ્વામીને મહાન દર્શાવ્યા. સહજાનંદ સ્વામીની લીટી મોટી કરવા અન્ય ભગવાનની લીટી નાની કરી. વાસ્તવમાં સ્વામીઓ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ સહજાનંદ સ્વામી ભગવાન બની જવાના નથી.
સહજાનંદ સ્વામીના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓએ દેશ અને સમાજના ઉદ્ધાર માટે ઓછું કાર્ય કર્યું છે અને અંધશ્રદ્ધા ફેલાવી પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો છે. સહજાનંદ સ્વામીના નામને ચરી ખાઈ તેમનો ધ્યેય વધુને વધુ સંપત્તિ અને સત્તા પ્રાપ્ત કરવાનો દેખાઈ રહ્યો છે. તેઓ દેશ-વિદેશમાં જમીનો ખરીદતા રહે છે, પોલિટિક્સ, ફૂડ, હેલ્થ, એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ જમાવતા જાય છે. તેમનામાં રહેલી અભિમાનવૃત્તિ તેમને સાંભળી કે જોઈને જ આરામથી અનુભવી શકાય છે. તેમનું સાધુસંતપણું ધાર્મિક – આધ્યાત્મિક ઓછું અને ભૌતિક વધુ માલૂમ પડે છે.
- Advertisement -
સુંદર બાંધકામ અને વિશાળ પરિસર એ બાબતની સાબિતી નથી કે તે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ છે. આ એક પ્રકારની બનાવટ છે, છળ-કપટ છે. તેમના દરેક શિલ્પ, સાહિત્ય, પ્રવચન પાછળ એક પ્રોપોગેન્ડા જોવા મળશે. તેઓ કઈપણ કરશે તેમાં ક્યાંક ઊંડે કોઈ ચાલ દેખાશે. મોક્ષ અને કર્મના નામ પર તેઓ નિર્દોષ અને ભોળી પ્રજાને મૂરખ બનાવતા આવ્યા છે. તેઓ પોતાના ગુરુને ભગવાનનું સ્વરૂપ કહીને સ્થાપિત કરી રહ્યા છે. ગુરુને ભગવાન બનાવી ભગવાનના નામે અંધભક્તો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ સમજી વિચારીને ભગવો રંગ પસંદ કર્યો છે પણ તેમની જીવનશૈલી તેનાથી તદ્દન વિપરીત છે. તેઓ મીઠાઈ – ડ્રાયફ્રૂટ ખાઈ છે, મોંઘાદાટ મોબાઈલ – લેપટોપ – કાર વાપરે છે, પ્લેનમાં ફરે છે અને એ.સી.માં બેસે છે. બીજાને સંન્યાસની દીક્ષા આપે છે પણ તેમના પરિવારમાંથી કોઈ સંન્યાસી બનતું નથી. તેઓ પોતાની સેવા કરાવવા માટે સામાન્ય માણસોને સંન્યાસી બનાવે છે. જીવનભર હરિભક્તો પાસેથી મફતમાં સેવા-મેવા મેળવતા રહે છે. માત્ર તેમના બનાવેલા કથિત ભગવાનના નામ પર..
ઘનશ્યામ પાંડેને એક દેહધારી મહાપુરુષ કહી શકાય પણ તેમના અનુયાયીઓને તેમને ભગવાન બનાવવાનું ભૂત વળગ્યું અને આમ એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. સનાતન ધર્મમાં સંપ્રદાય, પંથ, વાડા, જૂના મંદિર, નવા મંદિરના નામે વિભાજનની શરૂઆત કહી શકાય કે, આ કોઈ હિંદુ સંપ્રદાય નથી. સંનાતનમાંથી અલગ થયેલાઓનો એક સમૂહ છે. તેમની માન્યતાઓ, આચરણ, પૂજા, પુસ્તકો વગેરેને કારણે તેમને હિંદુ કહેવું જરા પણ યોગ્ય નથી.
- Advertisement -
શ્રી કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર લઈ કોઈપણ પાજીપલાવ જન્મે છે અને તેમના અનુયાયીઓ તેને ભગવાનથી પણ મહાન ગણાવી નવા સંપ્રદાયની સ્થાપના કરે છે. ધ્યાનથી સમજશો તો તેમની વૃત્તિ-પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્રને માત્ર પોતાના વ્યક્તિઓ-વિચારોનું સ્થાપન કરી સ્વયંનો સ્વાર્થ સંતોષવાનો જ હોય છે. તેઓ એટલું સમજી શકતા નથી કે, ઘનશ્યામ પાંડેજી પોતે સો વર્ષ જીવી ન શક્યા અને બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે તો તેઓ બીજાને અક્ષરધામમાં કેવી રીતે લઈ જઈ શકે?
સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી
સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે: બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે
ઘનશ્યામ પાંડેની શૈક્ષણિક લાયકાતનો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. તેઓએ વેદ, ઉપનિષદ, તત્વજ્ઞાન વગેરે ધાર્મિક ગ્રંથો વાંચ્યા કે સાંભળ્યા પણ નથી. સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી.
સનાતનમાંથી બનેલા લગભગ તમામ કલ્ટ કોર્પોરેટ કંપનીઓ જેવા છે, જેની કમાણી પર માત્રને માત્ર તેમના સંચાલકોનો ઈજારો છે. અને તેમની કમાણી થાય છે ક્યાંથી? આપણા જેવા સનાતનીઓના ખિસ્સા ખંખેરી. ભક્તોને જરૂર પડે તેઓ લોન આપવા બેઠા નથી, ભક્તો પાસેથી લઈ બધું લેવા હાજરાહાજુર છે. જો ધ્યાનથી સમજશો તો શંકરાચાર્યજી દ્વારા કલ્પના કરાયેલા વાસ્તવિક હિંદુ ધર્મે જ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત કરી હતી, પરંતુ ગુરુઘંટાલોને કારણે આ ભક્તિકાળ લગભગ લુપ્ત થઈ ગયો. અને જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા તેમની પર બાળકો-મહિલાઓના શોષણથી લઈ મનીલોન્ડરિંગ સુધીના આરોપ લાગતા આવ્યા છે. તેઓ અંદરો-અંદર પણ ઝગડતા રહે છે. ખાનગીમાં ગરીબ-પીડિતને છેતરતા રહે અને જાહેરમાં સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે. તેમાના કોઈ દૂધે ધોયેલા નથી. આ મામલે આપણે જ દુર્બુદ્ધિ દૂર કરી સદ્દબુદ્ધિ કેળવવાની જરૂર છે. ત્રિદેવ ક્યાં ટૂંકા પડે છે કે આપણે તિલકવાળાને શરણે જવું પડે છે?
સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે. બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે. જો ભવિષ્યમાં પણ સ્વામિનારાયણ જેવા સંપ્રદાયનો આ રીતે જ પ્રચાર-પ્રસાર થતો રહેશે તો એક દિવસ સનાતનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..
હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..
સ્વામી નારાયણ સંપ્રદાયની ક્યારેય માનવામાં ન આવે તેવી માન્યતાઓ
– સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે. હજારો બ્રહ્માના, હજારો શિવના, હજારો બ્રહ્માંડો છે, તે બધા એક માત્ર શ્રીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ના નિયંત્રણ હેઠળ છે. અનંતકોટી બ્રહ્માંડના સર્જક અને સંચાલક ઘનશ્યામ પાંડે છે!
– જેઓ સ્વામિનારાયણ ભવન અક્ષરધામ ધામને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય ભૌતિક જગતમાં પાછા ફરતા નથી, પરંતુ જેઓ ભગવાન કૃષ્ણ (ગોલોકધામ) અને ભગવાન રામ (વૈકુથધામ) પ્રાપ્ત કરે છે તેઓને પૃથ્વી પર આવવું પડે છે અને તેઓ ક્યારેય જન્મ-મરણ ફેરામાંથી મુક્ત થતા નથી.
– જ્યારે સહજાનંદ સ્વામીના ભક્ત મૃત્યુની નજીક હોય છે ત્યારે સહજાનંદ સ્વામી પોતે તેમના પ્રિય ભક્તને અક્ષરધામ (ભગવાનના નિવાસસ્થાન) લઈ જવા માટે આવે છે અને જ્યારે શ્રી કૃષ્ણ, શીવજી કે રામજી પોતાના ભક્તોને મૃત્યુ સમયે તેમના નિવાસ સ્થાને લેવા માટે આવતા નથી. હરિ.. હરિ..