શુદ્ધ પીવાનું પાણી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા રિલાયન્સનો માસ્ટર પ્લાન; સસ્તા દરે ગુણવત્તાયુક્ત પાણી ઉપલબ્ધ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવી ભાગીદારી અને વિઝન રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (છઈઙક) દ્વારા તેમની પ્રીમિયમ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ ’કેમ્પા સ્યોર’ માટે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના દરેક નાગરિક સુધી શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી અત્યંત પરવડે તેવી કિંમતે પહોંચાડવાનો છે. રિલાયન્સ આ દ્વારા પાણીના બજારમાં મોટું પરિવર્તન લાવવા માંગે છે. શુદ્ધતાના 10 થી વધુ તબક્કા ’કેમ્પા સ્યોર’ માત્ર પાણી નથી, પરંતુ વિશ્વાસનું પ્રતીક છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પાણી 10 થી વધુ કડક શુદ્ધિકરણ (ઙીશિરશભફશિંજ્ઞક્ષ) પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જે તેની ગુણવત્તા અને સ્વાદને જાળવી રાખે છે. અમિતાભ બચ્ચન જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ આ બ્રાન્ડ સાથે જોડાતા ગ્રાહકોમાં શુદ્ધતા પ્રત્યેનો ભરોસો વધુ મજબૂત બનશે.
વિવિધ પેકિંગ અને ઉપલબ્ધતા ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેમ્પા સ્યોર વિવિધ કદમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે:
નાના પેકિંગ: 250ળહ અને 500ળહ (મુસાફરી માટે ઉત્તમ)
સ્ટાન્ડર્ડ પેકિંગ: 1ક અને 2ક (દૈનિક વપરાશ માટે)
બલ્ક પેકિંગ: 5ક, 10ક અને 20ક (ઘર અને ઓફિસ માટે)
બજારમાં રિલાયન્સનું વર્ચસ્વ વર્ષ 2022માં ’કેમ્પા’ બ્રાન્ડ હસ્તગત કર્યા બાદ રિલાયન્સ સતત પીણાંના માર્કેટમાં વિસ્તરણ કરી રહ્યું છે. સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસ બાદ હવે ’કેમ્પા સ્યોર’ દ્વારા પેકેજ્ડ વોટર સેગમેન્ટમાં પણ રિલાયન્સ મજબૂત પકડ જમાવી રહ્યું છે. અમિતાભ બચ્ચને આ જોડાણ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, દરેક ભારતીયને શુદ્ધ પાણી પૂરું પાડવાના આ મિશનમાં જોડાવું તે ગર્વની વાત છે.



