ગુજરાતના હજુરી પરિવારની માલિકીની કંપની સાથે ભાગીદારી: ‘કેમ્પા’ બાદ વધુ એક ડ્રીંક કંપની હસ્તગત કરીને કોક-પેપ્સી સાથે સીધી હરિફાઈનો વ્યૂહ
ભારતની ખાનગી ક્ષેત્રની ટોચની કંપની રિલાયન્સ નવા-નવા ક્ષેત્રોમાં વર્ચસ્વ સ્થાપવાની દિશામાં આગળ ધપી રહી હોય તેમ ગુજરાતની દાયકાઓ જૂની કોલ્ડ્રીંક્સ બ્રાન્ડ સોસિયો હસ્તગત કરવાના માર્ગે છે. ગુજરાતમાં દાયકાઓ જૂની અને જાણીતી સોસિયો બ્રાન્ડની માલિકી હજુરી પરિવાર ધરાવે છે. રિલાયન્સ તેમની પાસેથી 50 ટકા શેર હિસ્સો ખરીદ કરવાની વાટાઘાટો કરી રહ્યાના નિર્દેશ છે અને તેના આધારે સોસિયો સંયુક્ત સાહસ બની જશે. રિલાયન્સ પોતાના ક્ધઝયુમર પ્રોડક્ટ પોર્ટફોલીયોને વધુ મજબૂત બનાવવા માટે નવી-નવી બ્રાન્ડને હસ્તગત કરી રહી છે.
- Advertisement -
તાજેતરમાં કેમ્પા ડ્રીંક ઉપરાંત લોટસ ચોકલેટ અને જોયલેન્ડ ક્ધફેસનરી તથા ઇન્ડીપેન્ડેન્સ ફૂડ બ્રાન્ડ હસ્તગત કરી જ હતી.સુત્રોના કહેવા પ્રમાણે રિલાયન્સ ક્ધઝયુમર પ્રોડક્ટ મારફત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સોસિયોનો હિસ્સો ખરીદવાના વ્યવહાર કરશે. રિલાયન્સનો રિટેઇલ અને ક્ધઝયુમર પ્રોડક્ટ કારોબાર મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી સંભાળે છે. તેમના કહેવા પ્રમાણે સોસિયોનો હિસ્સો ખરીદવાથી લોકલ હેરીટેજ બ્રાન્ડને નવું બળ મળશે અને વિકાસની નવી તક ખુલશે. સોફટ ડ્રીંક્ અને જ્યુસ ક્ષેત્રમાં 100 વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી સોસિયોની સ્થાપના 1923માં હજુરી પરિવારે કરી હતી.
હાલ ત્રીજી અને ચોથી પેઢીના અબ્બાસ હજુરી તથા તેમના પુત્ર અલી અસગર હજુરી કારોબાર સંભાળે છે. રિલાયન્સ સાથેની ભાગીદારીથી સોસિયોનો વ્યાપ વધારવામાં ઘણી મદદ મળશે તેમ અબ્બાસ હજુરીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સોસિયોની મોટી હાજરી છે અને વફાદાર ગ્રાહકોનો મોટો વર્ગ ધરાવે છે. કેમ્પા અને સોસિયોની મદદથી રિલાયન્સ અમેરિકી સોફટ ડ્રીંક્સ કંપની કોલા ઉપરાંત પેપ્સી અને કોક સાથે સીધી હરિફાઈમાં ઉતરી શકશે. રિલાયન્સ યેહ અને બબલ જેવી પોતાની બ્રાન્ડ સાથે પણ સોફટ ડ્રીંક ક્ષેત્રમાં દાખલ થયેલી જ છે. આ ઉપરાંત એફએમસીજી ક્ષેત્રમાં પણ તેની નજર છે.