રિલાયન્સ રિટેલ લિમીટેડ હવે અમેરિકાની ફેશન બ્રાંડ ગૈપ(GAP)નું ઓફિશિયલ રીટેલર બની ગયું છે. આ અમેરિકન કંપની 1969માં સેન ફ્રાંસીસ્કોમાં સ્થપાયી હતી.
રિલાયન્સ રિટેલે કર્યો GAP સાથે કરાર
ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલે અમેરિકન ફેશન બ્રાન્ડ GAP લિમિટેડ સાથે લાંબા ગાળાનો ફ્રેન્ચાઇઝી કરાર કર્યો છે. આ કરારથી રિલાયન્સ રિટેલ ભારતમાં ગેપ બ્રાન્ડની ઓફિશિયલ રિટેલર બની ગઇ છે. રિલાયન્સ રિટેલ તેના એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ભારતીય ગ્રાહકોને ફેશન આઇટમ્સની ગેપ બ્રાન્ડ ઉપલબ્ધ કરાવશે. ગેપ એ ઘણી લાઈફ સ્ટાઈલ બ્રાન્ડ્સનો સંગ્રહ છે જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે કપડાં, એસેસરીઝ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી ખાસ પ્રોડક્ટ્સ બનાવે છે. આ અમેરિકન એપરલ કંપનીની રચના 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં થઇ હતી અને તે ડેનિમ આધારિત ફેશન માટે વિશ્વભરમાં જાણીતી છે. ગેપનું નાણાકીય વર્ષ 2021 નું નેટ વેચાણ 16.7 અબજ ડોલર હતું.
- Advertisement -
ગ્રાહકોને સારો અનુભવ રહેશે
કરારના પ્રસંગે રિલાયન્સ રિટેલ લિમિટેડના સીઇઓ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ, અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલમાં, અમે અમારા ગ્રાહકો માટે નવીનતમ અને શ્રેષ્ઠ લાવવામાં ગર્વ અનુભવીએ છીએ અને અમને અમારા ફેશન અને જીવનશૈલી પોર્ટફોલિયોમાં આઇકોનિક અમેરિકન બ્રાન્ડ, ગેપનો ઉમેરો કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમારું માનવું છે કે રિલાયન્સ અને ગેપ તેમના ગ્રાહકો માટે ઉદ્યોગ-અગ્રણી ફેશન ઉત્પાદનો અને રિટેલ અનુભવોને એક સાથે લાવવાના તેમના અભિગમમાં એકબીજાના પૂરક છે,”
રિલાયન્સ સાથે રહીને અમારા ગ્રાહકો સુધી પહોચી શકશું
ગેપના ઇન્ટરનેશનલ, ગ્લોબલ લાઇસન્સિંગ એન્ડ હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિએન જર્નાન્ડે જણાવ્યું હતું કે, “અમે મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેપ બિઝનેસમાં વૃદ્ધિ માટે આતુર છીએ. ભારતમાં રિલાયન્સ રિટેલ જેવા પ્રાદેશિક નિષ્ણાતો સાથે ભાગીદારી કરવાથી અમને અમારા ગ્રાહકો સુધી અમારી બ્રાન્ડ સુધી પહોંચવામાં મદદ મળશે. “