ફયુચર સ્ટોરને ધીમે ધીમે સંભાળ્તું રિલાયન્સ
ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ રિટેલ પણ આ વર્ષે ફયુચર ગ્રૂપ પાસેથી મેળવેલા સ્ટોર્સને ફરીથી શરૂ કરવામાં વ્યસ્ત છે. કંપનીએ આ વર્ષના ફેબ્રુઆરીના અંતમાં ફયુચર ગ્રુપના 947 સ્ટોર્સ લીધા બાદ 45 દિવસમાં પુન:શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. કંપનીએ સ્માર્ટ બજાર નામથી કેટલાક સ્ટોર્સ શરૂ કર્યા છે, જે રિલાયન્સ રિટેલના ગ્રોસરી સ્ટોર છે. અન્ય બ્રાંડ ફોર્મેટમાં સ્ટોર્સ બંધ છે કારણ કે રિલાયન્સે હજુ નક્કી કર્યું નથી કે તેમનો વ્યવસાય વ્યવહારુ છે કે નહીં. ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ રિટેલે ફયુચર ગ્રુપના સ્ટોર્સનો સ્ટોક લીધો છે પરંતુ હાલમાં કેટલાક સ્ટોર્સ બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે. આમાં રિલાયન્સના સ્ટોર્સ જેવા સ્ટોર્સનો સમાવેશ થશે જે પહેલાથી નજીકમાં છે. ઉદાહરણ તરીકે, રિલાયન્સ ટ્રેન્ડ્સ અને ફયુચર ગ્રૂપના સેન્ટ્રલ અને ઋઇઇ (ફેશન એટ બિગ બઝાર) કપડાં અને જીવનશૈલીના ફેશન સેગમેન્ટમાં ડીલ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રિલાયન્સ ગ્રુપ તેના કેટલાક સ્ટોર્સનું કદ ઘટાડી શકે છે અને તેના કેટલાક સ્ટોર્સ બંધ પણ કરી શકે છે.