માર્કેટ-કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે 29 ઓગસ્ટે યોજાનાર છે.
આ બેઠક બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી આ બેઠકમાં ભાગ લેશે અને સંબોધિત કરશે. રોકાણકારો અને માર્કેટ એનાલિસ્ટો આ ઇવેન્ટને આતુરતાથી ટ્રેક કરવામાં આવી રહી છે.
- Advertisement -
Jio 5G services will connect everyone, every place and everything with the highest quality & affordability. We are committed to making India a data powered economy even ahead of China and US: Mukesh Ambani, CMD, RIL, 45th AGM Reliance Industries Limited pic.twitter.com/aCxGWgNQTI
— ANI (@ANI) August 29, 2022
- Advertisement -
માર્કેટ-કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે 29 ઓગસ્ટે યોજાનાર છે. આ બેઠક બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી આ બેઠકમાં ભાગ લેશે અને સંબોધિત કરશે. રોકાણકારો અને માર્કેટ એનાલિસ્ટો આ ઇવેન્ટને આતુરતાથી ટ્રેક કરવામાં આવી રહી છે, જેઓ પાછલા વર્ષોની જેમ જ આ બેઠક દરમિયાન મોટી જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે. 2021 માં યોજાયેલી એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
ગયા વર્ષે કંપનીએ પોતાની AGMમાં ગ્રીન એનર્જી બિઝનેસમાં મોટું પગલું ભરવાની જાહેરાત કરી હતી. તેની અગાઉના વર્ષે કંપનીએ ગૂગલને મોટનોરિટી રોકાણકાર તરીકે શામેલ કરવાની જાણકારી આપી હતી. વર્ષ 2016ના AGMમાં ટેલિકોમ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
Reliance Jio has prepared world’s fastest 5G rollout plan. By Diwali 2022 we'll launch Jio 5G across multiple key cities, incl metro cities of Delhi, Mumbai, Chennai & Kolkata. By Dec 2023, we will deliver Jio 5G to every town, taluka & tehsil of India: Mukesh Ambani, CMD, RIL pic.twitter.com/kOkvzFueq5
— ANI (@ANI) August 29, 2022
સતત ત્રીજા વર્ષે કંપનીની AGM 29 ઓગસ્ટના રોજ એટલે કે, આજે થશે. આ AGM બપોરે 2 વાગ્યાથી શરૂ થશે જેમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ સાથે બીજા સબસિડિયરી મેમ્બર પ્રેઝન્ટેશન આપશે. આ AGMમાં કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને શેરહોલ્ડર 11 પ્રેઝન્ટેશન પર વોટિંગ કરશે.
રિલાયન્સ એજીએમની મહત્વની વાત
– મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલે 2 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ટર્નઓવર હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે આજે રિલાયન્સ રિટેલ એશિયામાં ટોપ-10 રિટેલર્સની યાદીમાં સામેલ છે.
– ઈશા અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલમાંથી શોપિંગ સર્વિસ વોટ્સએપના માધ્યમથી મળશે.
– મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા મીડિયા બિઝનેસે ગત વર્ષે સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે. આને કારણે વિક્રમી સબ્સ્ક્રિપ્શન અને જાહેરાતની આવક થઈ છે.
– ઈશા અંબાણીએ કહ્યું કે, એક વર્ષમાં રિલાયન્સ રિટેલના રોજના ઓર્ડરમાં 2.5 ગણો વધારો થયો છે.
– મુકેશ અંબાણીએ કહ્યુ કે તેઓ ફિલ્મ રાઈટ્સ અને ઓટીટીમાં રોકાણ વધારતા રહેશે.
– મુકેશ અંબાણીએ કહ્યું કે જિયોની ક્વાલકોમ સાથે ભાગીદારી છે. આ અંતર્ગત ઘણી નવી એપ્લિકેશનમાં કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ક્વાલકોમ સાથે ક્લાઉડ ડેટા ઇન્ફ્રા વિકસિત કરવાની યોજના છે.
– અમે દેશમાં જ એન્ડ ટુ એન્ડ 5જી નેટવર્ક વિકસાવ્યું છે. તે સંપૂર્ણપણે ડિજિટલ રીતે સંચાલિત છે, જે ક્વોન્ટમ સિક્યુરિટી જેવા અદ્યતન ફીચર્સને પણ સપોર્ટ કરે છે. કંપનીમાં 2,000થી વધુ યુવા જિયો એન્જિનિયરોએ ત્રણ વર્ષ સુધી અથાક મહેનત કરીને તેનો સંપૂર્ણ વિકાસ કર્યો છે.
– મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, નાના ઉદ્યોગોને મદદ કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરવામાં આવશે.
– અંબાણીએ કહ્યું કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં દિવાળીથી 5જી સેવા શરૂ થશે. તેમણે કહ્યું કે તેઓ ૫જી લાગુ કરવામાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
– અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વના ઘણા ભાગોમાં ભારે આર્થિક સંકટ છે. ઊંચા ફુગાવા અને પુરવઠામાં વિક્ષેપોએ વૈશ્વિક મંદી સામે પડકાર ઉભો કર્યો છે.
– અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ભારતના વિકાસમાં મોટું યોગદાન આપશે.
– મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ નવી નોકરીઓનું સર્જન કરવામાં નવો રેકોર્ડ બનાવશે. તેમણે કહ્યું કે કંપનીએ વિવિધ વ્યવસાયોમાં 2.32 લાખ નોકરીઓ ઉભી કરી છે. રિલાયન્સ રિટેલ હવે ભારતના સૌથી મોટા રોજગારદાતાઓમાંનું એક છે.
– અંબાણીએ કહ્યું કે જિયો 5જી દુનિયાનું સૌથી ઝડપી અને સૌથી મોટું નેટવર્ક હશે. તેમણે કહ્યું કે ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં દેશ વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ થશે.