રજિસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકોને નોટિસ ફટકારશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું છે. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને માલિકની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં જે લોકો પોતાના ઘરે શ્વાન રાખતા હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. લોકોને 31 મે સુધી રજીસ્ટ્રેન કરાવવાની સૂચના એએમસીએ આપી છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તમામ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં 50 હજાર જેટલા પાલતું શ્વાન છે. પરંતુ માત્ર 5500 જેટલા લોકોએ પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેને 31 મે સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ એએમસી દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવશે.
કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન?
- Advertisement -
ડોગ રજીસ્ટ્રેશન માટે તમારે અખઈની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
ત્યારબાદ IMPORTANT LINKS પર ક્લિક કરો
ડોગ માલિકનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.ફોન પર ઓટીપી આવશે.
ત્યારબાદ પેટ ડોગ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
તેમાં પેટ ડોગ માલિકનું સરનામું, ફોન નંબર, કૂતરો કેવો છે, તેની ઉંમર વગેરે વિગતો ભરો.
પેટ ડોગ માલિકની ઓળખના પુરાવા દાખલ કરવાના રહેશે.
ત્યારબાદ નિયત ફી ભરી તમે નોંધણી કરાવી શકશો.
પેટ ડોગ રજિસ્ટ્રેશન માટે આ પુરાવાની પડશે જરૂર
અરજીકર્તાનું આધાર/ચૂંટણી કાર્ડ
ટેક્સબિલ – લાઈટ બિલ
ફોટોગ્રાફ્સ – પાલતું શ્ર્વાનનો ફોટો
પાલતુ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફ્સ



