સંગઠિત ક્ષેત્રના કામદારો માટે સરકાર દ્વારા ઈ શ્રમ પોર્ટલ પર નોંધણીની કામગીરી રાષ્ટ્રીય કક્ષાએ ચાલુ છે. રાજકોટ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના કામદારો જાતે રજીસ્ટ્રેશન કરવા અથવા સી એસ સી સેન્ટર પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તે માટે સંબંધિત નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર અરુણ મહેશબાબુએ રાજકોટ જિલ્લામાં આ કામગીરી વ્યાપકપણે થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.