ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા જૂનાગઢ ખાતેની મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ અને રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા ખાતે ઇવીએમ અને વીવીપેટનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ તમામ મતદારોને મતદાન કરવા માટે વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં સંસ્થાના અંતેવાસીઓ, સ્ટાફ તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ સાથે રહી 100 જેટલા દિવ્યાંગોને ઈવીએમ અને વીવીપેટ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.