રાજકોટ ટ્રાફિક DCPએ આપી વાર્ષિક કામગીરીની માહિતી
ટ્રાફીક અવેરનેશ, રોડ એન્જિનિયરીંગ સબબ સુધારાત્મક પગલાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા પત્રકાર પરિષદ યોજી વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી આ તકે તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ થકી જીવલેણ અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે જેમાં 2023માં ફેટલના 166 કેસ સામે 2024માં 151 કેસ નોંધાય છે જેથી તેમાં 15 કેસનો ઘટાડો નોંધાયો છે જ્યારે 2023માં ગંભીર અકસ્માતના 219 કેસ નોંધાયા હતા જેની સામે 2024માં ગંભીર અકસ્માતના કેસોમાં 16ના ઘટાડા સાથે 203 કેસ નોંધાયા છે 2023માં સામાન્ય અકસ્માતના 79 કેસો સામે 2024માં 18ના ઘટાડા સાથે માત્ર 61 કેસો નોંધાયા છે 2023ની સાપેક્ષમાં 12.71 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે 2023માં બ્લૂ કાચના 13,706 કેસ સામે 2024માં 3216 કેસોના વધારા સાથે 16,922 કેસો કરી 31, 77,500નો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે 2023માં મોબાઈલના 8261 કેસો સામે 2024માં 982 કેસોના વધારા સાથે 9243 કેસો કરી 22 લાખ 27 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે 2023માં લાયસન્સના 997 કેસો સામે 2024માં 2088 કેસોના વધારા સાથે 3085 કેસો કરી 4 લાખ 87 હજાર 500નો દંડ ફટકારવામાં આવ્યો છે 2023માં ત્રિપલ સવારીના 26,579 કેસો સામે 2024માં 20,732 કેસોના વધારા સાથે 47, 491 કેસો કરી 50 લાખ 42 હજાર 800નો દંડ ફટકારવામાં આવ્યો છે 2023માં હેલમેટના 11,023 કેસો નોંધાયા હતા જેની સામે 2024માં 7607 કેસોના વધારા સાથે 18,630 કેસો નોંધી 37 લાખ 94 હજારનો દંડ ફટકાર્યો હતો 2023માં સીટ બેલ્ટના 18,591 કેસો સામે 2024માં 14,071 કેસોના વધારા સાથે 32,662 કેસો કરી 91 લાખ 73 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે અર્થે અવેરનેસના કાર્યક્રમોમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં 2023માં 76 કાર્યક્રમો સામે 2024માં 95 જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા 2023માં 12,713 લોકોએ ભાગ લીધો હતો જ્યારે 2024માં 22,838 લોકોએ ભાગ લઈ ટ્રાફિકના નિયમો અંગે માહિતી મેળવી હતી