શેરબજાર આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,500ની સપાટીને કૂદાવી ગઈ છે.
શેરબજારમાં શાનદાર ઓપનિંગ
શેરબજારમાં લાંબા વીકએન્ડ બાદ આજે ફરી એકવાર શાનદાર ઓપનિંગ થયું છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 243 પોઈન્ટના વધારા સાથે 77,235 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 105 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને 23570ના સ્તરે ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે શનિ-રવિ વિકએન્ડ તેમજ સોમવારે બકરી ઈદની રજા હોવાથી ત્રણ દિવસ બજાર બંધ રહ્યું હતું. ત્યારે આજે માર્કેટ ગ્રીન નિશાન સાથે ખુલ્યું હતું.
- Advertisement -
સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા
નિફ્ટીએ આજે ઈતિહાસમાં પહેલીવાર 23500ની જાદુઈ સપાટીને ક્રોસ કરી હતી. વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે જૂન એક્સપાયરી સિરીઝમાં નિફ્ટી 24000નું લેવલ જોઈ શકે છે. આજે નિફ્ટીએ 23570ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો છે, જ્યારે સેન્સેક્સ 77,327ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. નોંધનીય છે કે ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ 76,992.77ના સ્તર પર જ્યારે એનએસસી ઇન્ડેક્સ 23,465ના સ્તરે બંધ થયો હતો.