જૂનાગઢ શહેરની જીમખાના મિલકત સરકાર હસ્તક લઇ લેવામાં આવી
નવા આદેશ મુજબ હકચોકસીની ઝુંબેશના ભાગરૂપે કબ્જો લેવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ જિલ્લામાં હકકચોકસી મુદ્દે વહીવટી તંત્ર દ્વારા એક ઝુંબેશ ચાલી રહી છે.જેના ભાગરૂપે આજ રોજ જૂનાગઢ એસડીએમ ચરણસિંહ ગોહિલ દ્વારા જીમખાના હસ્તકની મિલકત સરકાર હસ્તક લઇ લેવામાં આવી છે.આ જીમખાનાની મિલકત રેકર્ડ ઉપર સરકારી મિલકત હોવાનું સાબિત થતા આજ રોજ વહીવટી તંત્ર દ્વારા આ મિલકતનો કબ્જો સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો તેમ એસડીએમ ગોહિલ દ્વારા જણાવ્યું છે.
જૂનાગઢ જીમખાના મિલકતની હકચોકસી મુદ્દે ચકાસણી કરતા તે પ્રોપર્ટી સરકારની હોવાથી હવે તેના ચેરમેન તરીકે કલેકટર હસ્તક રેહશે અને તેનો તમામ વહીવટ ચેરમેનની રુહે કલેકટર હસ્તક રહેશે તેમ એસડીએમ દ્વારા જણાવ્યું છે.હાલ જેરીતે સરકારન નવા અદેશ મુજબ હકચોકસી બાબતે એક ઝુંબેશના ભાગરૂપે જીમખાનાની મિલકતની ચકાસણી કરવામાં આવી હતી જેમાં આ મિલકત સરકારની હોવાથી આજ રોજ આ મિલકત હવે સરકાર પક્ષે કબ્જે લેવામાં આવી હતી અને આ મિલકતનું જૂનો ટ્રસ્ટ હતું તેની જગ્યાએ હવે તેનો વહીવટ ચેરમેનની રુહે કલેકટર હસ્તક રેહશે અને તેમાં હવે નવા મેમ્બરો સહીતની નિમણૂંક આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.ત્યારે હવે જૂનાગઢ જીમખાનાના માલિક સરકાર બની ગયા છે અને તેનો કબ્જો મેળવી સરકાર હસ્તક લઇ લેવામાં આવ્યો છે.