રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનમાં કોરોના લોકડાઉનના કારણે યુક્રેન-ચીનથી પાછા આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) જુદા જુદા વિકલ્પો પર કામ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળ, દિલ્હી અને તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે, તેઓ પોતાના વિદ્યાર્થીઓને તેમની મેડિકલ કોલેજમાં ભણાવવા તૈયાર છે.સૂત્રોના મતે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં કહેવાયું હતું કે યુક્રેન-ચીનથી પાછા આવેલા વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ દેશમાં કરાવી શકાય એમ છે.જોકે, કેન્દ્ર તરફથી ફી મુદ્દે કોઈ નિર્ણય નથી લેવાયો. સૂત્રોનું માનીએ તો એનએમસી ઈચ્છે છે કે, જે વિદ્યાર્થીઓ ચોથા-પાંચમા વર્ષનો અભ્યાસ કરે છે અને જેમને થિયરીથી વધુ પ્રેક્ટિકલની જરૂર છે.
તેમને દેશમાં અભ્યાસની મંજૂરી અપાય.
આ મુદ્દે આરોગ્ય મંત્રાલયની સલાહ મંગાઈ છે.
બીજી તરફ, વિદેશ મંત્રાલયે આ વિદ્યાર્થીઓને પોર્ટલ પર નોંધણી કરવાનું પણ કહ્યું છે. અત્યાર સુધી 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધણી કરાવી ચૂક્યા છે.
યુક્રેનથી પરત આવેલા મેડિકલના વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ અપાશે
