ખાસ-ખબર સંવાદદાતા
અન્ય દેશોની જમીનને હડપવા માટે મનસૂબા હેઠળ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવનાર ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાના કારણે મંદીનો માહોલ છવાયો છે. કોરોનાના ઉદ્દભવનું કેન્દ્રબિંદુ ગણાતા ચીન તેની જ ચાલમાં સપડાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના સંક્ર્મણ અને સતત લાખો લોકોને ક્વોરેન્ટાઈન હેઠળ રાખવાનો સરકારી નિર્ણય રિયાલિટી એસ્ટેટ માર્કેટ પર ભારે પડ્યો છે.એક સર્વે અનુસાર, ચીનની રિયલ એસ્ટેટ કંપનીઓ અટાયરે મંદીનો સામનો કરી રહી છે અને આ કારણે તૈયાર પડેલા હજારો મકાનો કોડીના ભાવમાં વેચવા તૈયાર થયા છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે, રિયલ એસ્ટેટ માર્કેટમાં 25%નો ઘટાડો આવ્યો છે. અત્યારે અનેક બિલ્ડર્સ તેમની પ્રોપર્ટીના બુકિંગ માટે તડબૂચ, ઘઉં,લસણ જેવી એગ્રિકલચર પ્રોડક્ટ્સને ડાઉન પેયમેન્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. જેમાં એક કિલો તડબૂચની કિંમત 20 યુઆન ગણવામાં આવી રહી છે.