ડૉ. પુરુષોત્તમ પીપરીયાની સુઝબુઝ અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થકી બેંકની સિદ્ધિઓ આ મુકામ પર પહોંચી છે: ડૉ. બીનાબેન કુંડલિયા
બેંકને મળેલી બેવડી સિદ્ધિથી સ્ટાફ પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ: ડૉ. પુરુષોતમ પીપરીયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. દિવસેને દિવસે પ્રગતિના સોપાન સર કરવાની સાથે અનેકવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવોર્ડસ મેળવવાની ઐતિહાસિક શૃંખલામાં વધુ બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. આરસીસી બેંકને મળેલા શ્રેષ્ઠ બેંકના એવોર્ડની સાથે સાથે બેંકના ચેરપર્સન ડો. બીનાબેન કુંડલીયાને બેસ્ટ વુમન લીડરનો એવોર્ડ મળતા યશસ્વી સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
તાજેતરમાં બેંકો દ્વારા દમણના ધ ડેલ્ટિન રીસોર્ટ ખાતે 3 દિવસનું બ્લુ રીબન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં ભારતભરની અનેક કો-ઓપરેટીવ બેંકોને અલગ-અલગ કેટેગરીમાં બેસ્ટ પર્ફોમન્સના એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ને મધ્યમ કક્ષાની કેટેગરીમાં શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ એનાયત થયો છે, જે ખુબ જ ગૌરવવંતી બાબત છે.
આ એવોર્ડ સેરેમનીમાં બેંકના સીઇઓ અને જનરલ મેનેજર ડો. પુરુષોત્તમ પીપરીયા, બેંકના પૂર્વ ચેરમેન મનસુખભાઇ પટેલ અને ડિરેક્ટરો પ્રેમજીભાઇ વીરડીયા હાજર રહ્યા હતા. એવોર્ડ ફંકશનની સાથે સાથે બેંકીગને લગતા વિવિધ વિષયો ઉપર સતત ત્રણ દિવસ ટ્રેનીંગ સેમીનાર પણ રાખવામાં આવ્યો હતો. જેમાં દેશભરની અનેક બેંકોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આરસીસી બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ પણ પેનલ ડિક્શનલ કરી હતી. આ અગાઉ વર્ષ 2016, 2017, 2018, 2019, 2020 અને 2021ના સમયગાળામાં બેંકો દ્વારા આરસીસી બેંકને અનેક ઉચ્ચ કક્ષાાના એવોર્ડસ પ્રાપ્ત થયા છે.
આરસીસી બેંકને મળેલા એવોર્ડની સાથોસાથ તાજેતરમાં જ બેંકના ચેરપર્સન ડો. બીનાબેન કુંડલિયાને ફરી એકવાર એફસીબીએ દ્વારા બેસ્ટ વુમન લીડરનો એવોર્ડ એનાયતા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં માત્ર એક આરસીસી બેંકના ચેરપર્સન ડો. બીનાબેન કુંડલીયાને બેસ્ટ વુમન લીડરના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આરસીસી બેંક સહિત સમગ્ર કો-ઓપરેટીવ જગતને ગૌરવ અપાવનારો ગણાવી શકાય. આ અગાઉ વર્ષ 2019માં ડો. બીનાબેન કુંડલીયાને બેસ્ટ વુમન લીડરનો એવોર્ડ મળ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2023માં ફરી એકવાર બેસ્ટ વુમન લીડરનો એવોર્ડ પ્રાપ્ત થતા હર્ષોલ્લાસ છવાયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં કેગ દ્વારા રચાયેલ સ્ટેટ લેવલની ઓડિટ એડવાઇઝરી બોર્ડમાં ઓડિટીંગને વધુ સારુ અને સુદ્રઢ બનાવવા માટે ડો. પીપરીયાની નિમણૂંક કરવામાં આવી હતી.