શાહબાઝ અહમદનો તરખાટ, રાજસ્થાન પાસેથી છીનવી મેચ
શાહબાઝે શાનદાર બેટિંગ કરતા 26 બોલમાં 45 રન ફટકાર્યા: કોહલીએ અભિનંદન પાઠવ્યાં
IPL 2022માં મંગળવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને ચાર વિકેટથી હરાવ્યું. RCB એ 170 રનનો ટાર્ગેટ પાંચ બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો. RCB ની જીતમાં શાહબાઝ અહેમદે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડાબોડી બેટ્સમેન શાહબાઝે શાનદાર બેટિંગ કરતા માત્ર 26 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ દરમિયાન શાહબાઝે ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે શાહબાઝ ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં આઉટ થયો હતો ત્યાં સુધીમાં મેચ લગભગ RCBની પકડમાં હતી. મેચ-વિનિંગ ઇનિંગ્સ દરમિયાન શાહબાઝ અહેમદે દિનેશ કાર્તિક સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી જેમણે મેચને પલટી દીધી. વિકેટ કીપર બેટ્સમેન કાર્તિકે 23 બોલમાં અણનમ 44 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે.
- Advertisement -
શાહબાઝ અહેમદની શાનદાર ઈનિંગ્સ જોઈને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણો પ્રભાવિત થયો હતો. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં વિરાટ કોહલી આ આશાસ્પદ ખેલાડીને પ્રોત્સાહિત કરી રહ્યા છે.