NBFC મણપ્પુરમ ફાઇનાન્સે ગ્રાહકની માહિતી યોગ્ય રીતે જાળવી ન રાખી અને ગ્રાહકોના PANની યોગ્ય રીતે ચકાસણી ન કરી. એમાંય કેટલાક ગ્રાહકોને એક કરતા વધુ ઓળખ કોડ આપ્યા હતા, જે ખરેખરમાં નિયમોની વિરુદ્ધ છે. જાણો શું છે સમગ્ર ઘટના?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વારંવાર નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો પર દંડ લાદે છે. એવામાં RBIએ ઇન્ડસઇન્ડ બેંક પર 27.30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. દંડ એટલા માટે કેમ કે, જમા થયેલ રાશિ પર વ્યાજ દર સંબંધિત નિયમોનું પાલન કર્યું ન હતું. આ માહિતી સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવી છે. 31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિ અંગે ઇવેલ્યુએશન કરવામાં આવ્યું હતું. વૈધાનિક નિરીક્ષણ બાદ RBIએ બેંકને નોટિસ જારી કરી હતી.
- Advertisement -
અયોગ્ય સંસ્થાઓના નામે ખોલવામાં આવેલા ‘બચત ખાતા’
ઇન્ડસઇન્ડ બેંકના જવાબો અને તેઓની રજૂઆતને ધ્યાનમાં લીધા પછી, RBIએ શોધી કાઢ્યું કે, અયોગ્ય સંસ્થાઓના નામે કેટલાક બચત ખાતા ખોલવામાં આવ્યા છે. આ આરોપો સાચા સાબિત થયા છે. આ માટે દંડ વસૂલવો જરૂરી છે. જો કે, RBIએ કહ્યું કે, આ દંડ ફક્ત નિયમનકારી પાલનમાં જે ખામીઓ છે તેના પર લાદવામાં આવ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા નથી.
મણપ્પુરમ ફાઇનાન્સને રૂ. 20 લાખનો દંડ:
- Advertisement -
બીજી બાજુ, સેન્ટ્રલ બેન્કે મણપ્પુરમ ફાઇનાન્સ પર ‘KYC’ નિયમોની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ રૂ. 20 લાખનો દંડ લાદ્યો છે. RBIએ જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2023 સુધીની નાણાકીય સ્થિતિ અંગે એનબીએફસીનું સ્ટેચ્યુટરી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને કંપનીને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પર મણપ્પુરમ ફાઇનાન્સના જવાબને ધ્યાનમાં લીધા પછી, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, કંપની ગ્રાહકોના પાનને ચકાસવામાં નિષ્ફળ રહી હતી.
16 ડિસેમ્બરે જારી કરાયેલ ઓર્ડરઃ
NBFCએ ગ્રાહકની માહિતી યોગ્ય રીતે જાળવી નથી. તેઓએ ગ્રાહકોના PAN નંબરની યોગ્ય રીતે ચકાસણી કરી ન હતી અને કેટલાક ગ્રાહકોને એક કરતા વધુ ઓળખ કોડ આપ્યા હતા, જે નિયમોની વિરુદ્ધ છે. આ આદેશ 16 ડિસેમ્બર, 2024ના રોજ જારી કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, કંપનીએ RBIના ‘KYC’ નિયમોનું પાલન ન કરતાં મોટી ભૂલ કરી છે.
ગ્રાહકો પર શું અસર થશે?
અગાઉ પણ, નિયમોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક દ્વારા ઘણી અલગ-અલગ બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, બેંકો પર આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા આવા દંડની ગ્રાહકો પર અસર થશે નહીં. બેંકને લગતા વ્યવહાર સરળતાથી ચાલુ જ રહેશે. બેંક દ્વારા આપવામાં આવેલા લાભો પર પણ ગ્રાહકોને કોઈ જ અસર નહીં થાય.