ફોરેકસ ટ્રેડીંગમાં તગડા રીટર્નની લાલચ આપીને બીનઅધિકૃત સંસ્થાઓ સામાન્ય લોકોને જાળમાં ફસાવીને આર્થિક નુકશાન કરી રહ્યા છે.આ પ્રકારના વધતા કેસોને પગલે રીઝર્વ બેન્કે એલર્ટ જાહેર કર્યું છે. અનઅધિકૃત સંસ્થાઓનાં નામોનું લીસ્ટ જાહેર કરવા બેંકોને સુચના આપવામાં આવી છે.
રિઝર્વ બેન્કની તપાસમાં એવો ખુલાસો થયો છે કે લોકલ એજન્ટો બનાવીને બિન અધિકૃત સંસ્થાઓ લોકોને જાળમાં ફસાવી રહી છે. એજન્ટો માર્જીન, રોકાણ વગેરે માટે બેંક ખાતા ખોલે છે.
- Advertisement -
આ એકાઉન્ટ વ્યકિતગત કે કંપની કે સંસ્થાના નામે ખોલવામાં આવે છે અને તેમાં નાણાંકીય ગોટાળા થાય છે. બીન અધિકૃત સંસ્થાઓ આ પ્રકારનાં બેંક ખાતા મારફત ઓનલાઈન ટ્રાન્સફરનો ઉપયોગ કરીને ગેરકાયદે ફોરેકસ ટ્રેડીંગ કરાવે છે.
રિઝર્વ બેન્કે તમામ બેંકોને લેખીતમાં ટ્રેડીંગ સુચના આપી છે કે અધિકૃત ડીલરો મારફત જ ફોરેકસ ટ્રેડીંગ કરવા ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં આવે અને અનઅધિકૃત સંસ્થાઓનું લીસ્ટ નહિં કરવામાં આવે.અનઅધિકૃત સંસ્થાઓ દ્વારા ફોરેકસ, ટ્રેડીંગમાં બેંક ચેનલોના થતા ઉપયોગ રોકવા સતર્કતા રાખવામાં આવે.