2024-2025માં સૌથી વધુ બિઝનેસ કરનારા 250 જેટલા ચેનલ પાર્ટનર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
CHOLA MS જનરલ ઇન્સ્યોરન્સના દેશભરમાં અસંખ્ય પાર્ટનર છે તેમાંથી 2024-2025માં સૌથી વધુ બિઝનેસ કરનારા 250 જેટલા ચેનલ પાર્ટનર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. CHOLA MS જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા GOLD CLUB Zenith 2.O rewards recognition એવોર્ડનું આયોજન કોચી કેરલા ખાતે કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં chola ms જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના એક આરબી પાર્ટનર્સ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ ગ્રુપની પસંદગી કરવામાં આવી હતી. આરબી પાર્ટનર્સ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ ગ્રુપ તરફથી આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે બહાદુરભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. જે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્સ્યોરન્સ બ્રોકરની સર્વિસ બજાવી રહ્યાં છે. 2020-2021 માં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મુંબઈ ખાતે ફેમ ક્લબ એવોર્ડ તથા 2022-2023માં chola ms જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા થાઇલેન્ડ ખાતે સમર ટોપર એવોર્ડ પણ મળ્યો છે. આમ આરબી પાર્ટનર્સ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ ગ્રુપના બહાદુરભાઇ અને રજનીભાઇએ આ સિધ્ધી માટે પોતાની ટીમ, તમામ ચેનલ પાર્ટનર અને કસ્ટરમરને શ્રેય આપ્યો છે. તેમજ પરિવાર અને મિત્ર વર્તુળમાંથી બહાદુરભાઈ 9574680112 તથા રજનીભાઈ 9904277329 મોબાઈલ નંબર પર ઠેર ઠેર શુભેચ્છાઓ આપી રહ્યા છે