પાટણ જિલ્લાના હારીજમાં રવિ કૃષિ મહોત્સવ મેળામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
હારીજ તાલુકાના રવિ કૃષિ મહોત્સવમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ખેડૂત લાભાર્થીઓને વિવિધ વિભાગોમાંથી સહાયના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. આત્મા યોજનામાંથી પ્રાકૃતિક ખેતીમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ઠાકોર નરેન્દ્રકુમાર જલારામને જિલ્લા કક્ષાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કૃષિ પ્રદર્શનમાં વિવિધ વિભાગના ટોલ લગાવવામાં આવ્યા હતા. બપોર બાદ ત્રણ પ્રાકૃતિક ખેતીમાં મોડેલ ફાર્મની મુલાકાત ખેડૂતોને કરાવેલ કુકરાણા ગામ ખાતે એસ.કે પટેલ મોડેલ ફોર્મ ,થરોડ ખાતે નૈસર્ગિક મોડેલ ફાર્મ ચાબખા ખાતે અલખધણી મોડેલ ફાર્મ અલગ ફાર્મની મુલાકાત કરવામાં આવેલી જેમાં પંચ સ્તરીય મોડેલ ફોર્મમાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો સાથે વિસ્તૃતમાં ખેતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી, ઠાકોર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથજી ઠાકોર ,તાલુકા પંચાયત પ્રમુખ ઠાકોર ચંદુબેન રમેશજી સહિત હોદ્દેદારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.