અમદાવાદમાં 148 મી રથયાત્રા દરમિયાન ગજરાજ થયા બેકાબૂ. લોકોમાં નાસભાગનો માહોલ સર્જાયો.
અમદાવાદમાં યોજાઇ રહેલી રથયાત્રામાં એક તરફ માનવ મહેરામણ ઊમટ્યું છે ત્યારે ભીડને જોઈને ગજરાજ ગભરાઈ જઈને આમતેમ ભાગવા લાગ્યા હતા. જ્યારે ખાડિયા વિસ્તારના ગોલ્ડવાડ પાસેથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે માનવ મહેરામણ જોઈને ગજરાજ બેકાબૂ બન્યા હતા. ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતાં તરત જ સ્ટાફ દોડતો થયો હતો.
- Advertisement -
ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબુ
- Advertisement -
મળતી માહિતી મુજબ ડી,જે, ના અવાજને કારણે તેઓ રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી ન હતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.
ગજરાજ બેકાબુ થતાં થોડીવાર માટે રથયાત્રા થોભી ગઈ હતી. જે હાથી શાંત પડતાં ફરી યથાવત રીતે ચાલુ કરવામાં આવી હતી.
148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂર થીમ પણ જોવા મળી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો ઉપગોય ઘટાડવા માટે એક ટ્રેક રથયાત્રામાં સામેલ કર્યો છે. રથયાત્રામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને 40 લાખ વૃક્ષો વાવવાનો સંદેશ આપતો ટ્રક જોવા મળ્યો. શહેર સ્વચ્છ રાખવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને 40 લાખ વૃક્ષો વાવવા માટે આ ટ્રક દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ જોવા મળી છે. ઓપરેશન સિંદૂર થીમ પર કુલ 10થી વધુ ટ્રકો ટેબ્લોમાં જોવા મળી છે. આ ટ્રેક પર બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ અને સેનાના જવાનના પહેરવેશમાં બાળકોએ જય હિંદના નારા પણ લગાવ્યાં હતા.