શાંતનુ અને રસોઈયાનો હિસ્સો, ભાઈ-બહેનોના નામ પણ સામેલ
પેટડોગ ‘ટીટો’ માટે અનલિમિટેડ કેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રતન ટાટાનું અવસાન 9 ઓક્ટોબરે થયું હતું. 15 દિવસ પછી તેમની વસિયત સામે આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, તેઓ 10 હજાર કરોડ રૂપિયાની વસિયત છોડી ગયા છે.
તેમણે તેમની સંપત્તિમાં તેમના મિત્ર અને ટાટા ટ્રસ્ટના સૌથી નાના જનરલ મેનેજર શાંતનુ નાયડુ, ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડાયના જીજીભોય, હાઉસ સ્ટાફ અને અન્યનો ઉલ્લેખ કર્યો. પેટડોગ ટીટો (Tito)ની પણ હિસ્સેદારી છે.
ટાટાએ સ્ટાર્ટઅપ ગુડફેલોમાં તેમનો કેટલોક ભાગ શાંતનુના નામે તેમની વસિયતમાં રાખ્યો છે. વિદેશમાં તેમના શિક્ષણ પાછળ થયેલા ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રતનનું અલીબાગમાં 2,000 ચોરસ ફૂટનો બંગલો અને 350 કરોડની ઋઉ રતનની વસિયતમાં અલીબાગમાં 2,000 ચોરસ ફૂટનો બંગલો, મુંબઈના જુહુ તારા રોડ પર બે માળનું મકાન, રૂ. 350 કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને 165 અબજ ડોલર (લગભગ રૂ. 13.94 લાખ કરોડ)ની ટાટા ગ્રૂપમાં 0.83 ટકા ભાગીદારી શામેલ છે.
- Advertisement -
ટાટાએ તેમના પેટડોગ ‘ટીટો’ની સંભાળ લેવાની જવાબદારી પણ લીધી હતી. આ માટે ‘અનલિમિટેડ કેર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ટીટો’ને લગભગ 5-6 વર્ષ પહેલા દત્તક લેવામાં આવ્યો હતો. વસિયતનામા મુજબ ટીટોની દેખરેખની જવાબદારી રસોઈયા રાજન શોને સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાના વસિયતમાં તેમના બટલર સુબ્બૈયા માટે પણ જોગવાઈ છે. રાજન શો અને સુબૈયા છેલ્લા ત્રણ દાયકાથી રતન ટાટા સાથે જોડાયેલા છે. શાંતનુ અમેરિકાથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ 2014માં ટાટા ગ્રુપમાં જોડાયો હતો. તેના ઓફિસના કામની સાથે, તેણે સામાજિક કાર્ય પણ કર્યું, જેણે ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને ખૂબ પ્રભાવિત કર્યા. નાયડુએ ટાટા સાથે મળીને 2022 વડીલો માટે ‘ગુડફેલો’ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. રતને આ વસિયત મુજબ મિલકતની વહેંચણીની જવાબદારી તેની સાવકી બહેનો શિરીન અને ડાયના જેજીભોય અને વકીલ ડેરિયસ ખંબાટા અને તેના નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને આપી છે. રિપોર્ટની તમામ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને જશે. ટાટા ટ્રસ્ટનું મહત્વ અને કદ એ અર્થમાં સમજી શકાય છે કે તે ટાટા ગ્રુપની સખાવતી સંસ્થાઓનું એક જૂથ છે. 13 લાખ કરોડની આવક સાથે તે ટાટા ગ્રુપમાં 66% હિસ્સો ધરાવે છે.