પાંચ વર્ષ સુકાન સંભાળનાર શ્રીમતિ ગીતાબેન વાઢેરની ફરી પસંદગી:પંચાયતના 8 સભ્યપદે પણ બહેનો વરાયા
ગીરના જંગલ વચ્ચે 1500ની વસ્તી વાળું ગામ પ્રાથમિક તમાંમ સુવિધાથી સજ્જ: 90 ટકા જમીનમાં કેસર કેરીના બગીચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાના છેવાડે ગીરના જંગલમાં આવેલ સુખી,સમૃદ્ધ સમરસ થયેલ રસુલપરા ગીર ગામનો વહીવટ ગામના બહેનો કરશે.ત્રણ વર્ષના વહીવટદાર સાશન બાદ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી જેમાં ગામના તમાંમ સમાજના અગ્રણીઓએ સાથે મળી ગામમાં ચુંટણી કરવાનાં બદલે ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો સાથે..સાથે..ગામનું સુકાન ગામના જાગૃત અને કાર્યદક્ષ મહિલા ને સોંપવા પણ આયોજન કર્યું હતું જેના અંતર્ગત સરપંચ તથા પંચાયતના આઠ વોર્ડ ઉપર ગામના નવ બહેનોની સર્વાનુમતે પસંદગી કરી સમરસ ગામનું સુકાન ગામની બહેનોને સોંપ્યું હતું.
ગીરના જંગલની વચ્ચે આવેલ 1500 ની વસ્તી વાળું રસુલપરા ગીર ગામ…અધતન ગૌશાળા,સુવિધાપૂર્ણ પ્રાથમિક શાળા,પાકા મઢેલા ગામના માર્ગો,ગામના શેરી મહોલ્લા રાત્રે ઝળહળતાં રાખવાં સોલાર લાઈટ,તમાંમ પરિવારોને ઘરબેઠા 24 કલાક પીવાનું પાણી સહિતની સંપૂર્ણ સુવિધાથી સજ્જ છે.એકતા અને ભાઈચારાની ભાવના થી ભભૂકતા રસુલપરા ગીર ગામની કુલ ખેડવાણલાયક જમીન પૈકી 90 ટકા ખેતિ ની જમીન ઉપર કેસર કેરીના બગીચા પથરાયેલ છે…મોટાભાગની પ્રાથમિક તમાંમ સવલતો ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી રહી છે.ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે પસંદગી પામેલ ગીતાબેન નરેન્દ્રભાઈ વાઢેર ગત પાંચ વર્ષ દરમ્યાન પણ સરપંચ તરીકે સફળ કામગીરી કરી હતી..આગામી પાંચ વર્ષ દરમ્યાન સમરસ ગ્રામ પંચાયતની આખી બોડી ઉપર ગ્રામજનોએ બહેનોની પસંદગી કરી હોય ગામનું સુકાન નવ બહેનો સંભાળશે.રસુલપરા ગીર ગામના પ્રેરણાદાયી નિર્ણયને તાલાલા પંથકના લોકોએ ઉમળકાભેર આવકારી સૌ પ્રશંસા કરી રહ્યા છે.
રસુલપરા ગીર ગામની સમરસ પંચાયતના પદાધિકારીઓની વિગત
સરપંચ ગીતાબેન એન.વાઢેર
વોર્ડ-1 મુકતાબેન એમ.શિંગાળા
વોર્ડ-2 દક્ષાબેન એસ.બલદાણીયા
વોર્ડ-3 ફાતુનબેન ડી.બ્લોચ
વોર્ડ-4 જયાબેન એ.ઠુંમર
વોર્ડ-5 પ્રભાબેન વી.હીરપરા
વોર્ડ-6 મરીયમબેન આર.મજગુલ
વોર્ડ-7 જયાબેન સી.ગોહેલ
વોર્ડ-8 સવિતાબેન આર.ગોંઢા



