ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લામાં કરાટે એસોસિએશન અને શિક્ષણ વિભાગ દ્વારા રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત જિલ્લામાં ત્રણ મહિનામાં 24 સેશનમાં ક્ધયાઓને પંચિંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો, કરાટે સહિતની સ્વરક્ષણ માટેની તાલીમ આપવામા આવી રહી છે.
જે અન્વયે પ્રભાસ પાટણ સીમ શાળાની ક્ધયાઓએ આ સ્વરક્ષણની તાલીમ મેળવી હતી. તેમજ જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્ધયાઓને સ્વરક્ષણ તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્વરક્ષણની તાલીમ ગર્લ્સ એજ્યુકેશન શાખા અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નક્કી થયેલ એજન્સીના કોચ દ્વારા આપવામાં આવી રહી છે.