ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
87- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું હતું.
આગામી તારીખ 19 જૂનના રોજ 87- વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મત ગણતરીની પ્રક્રિયાના નિરીક્ષણ, મતદાનના દિવસે સુપરવિઝન સહિતની કામગીરી માઈક્રો ઓબ્સર્વર દ્વારા કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાને આજરોજ કલેકટર કચેરી ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.હિરાલાલ અને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું રેન્ડમાઇઝેશન યોજાયું હતું. તેમજ તા.10 જુનના રોજ જનરલ ઓબ્ઝર્વરશ્રીની અધ્યક્ષતામાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાનાર છે. આ રેન્ડેમાઈઝેશન દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે.જાડેજા, ડીસ્ટ્રીક ઈન્ફોર્મેટીક ઓફિસર બુડગાયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.