ફિલ્મ બ્રહ્માસ્ત્રની કમાણી પર સોમવારે બ્રેક લાગવાના સમાચાર સામે આવ્યા છે. આવામાં સવાલ એ છે કે શું ફિલમ 300 કરોડ કલેક્શન કરી શકશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની કમાણી પર બ્રેક લાગી ગઈ છે. બ્રહ્માસ્ત્રની સેકન્ડ મંડે બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ ઓછું નોંધવામાં આવ્યું છે. બીજા સોમવારે ફિલ્મે માત્ર 4.80 કરોડ જ કલેક્શન કર્યું છે. ફિલ્મને લઈને દર્શકોનો મિક્સ્ડ રિસપોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મના બજેટ પ્રમાણે અમુક લોકોએ ફિલ્મના કલેક્શનને ઠીક ઠાક જણાવ્યું છે. આ સાથે જ ફિલ્મને બૉયકોટ કરવાની પણ માંગ ઉઠી છે. આવામાં ફિલ્મની કમાણી પર બ્રેક લાગવાના સમાચાર સામે આવ્યા છે.
- Advertisement -
Brahmāstra has a FABULOUS weekend… *#Hindi* version… *#Nett* BOC…
Day 1: ₹ 31.5 cr+
Day 2: ₹ 37.5 cr+
Day 3: ₹ 39.5 cr+
Final total could be higher… #India biz.
National chains superb…
Day 1: ₹ 17.15 cr est
Day 2: ₹ 20.73 cr est
Day 3: ₹ 21.63 cr est pic.twitter.com/5HVxevmoDV
— taran adarsh (@taran_adarsh) September 12, 2022
- Advertisement -
પહેલા અઠવાડિયાનું બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ કલેક્શન
બ્રહ્માસ્ત્રની કમાણીમાં ઘટાડો
ગત 10 દિવસોમાં ઠીક ઠાક કમાણી કરનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રની કમાણીમાં હવે ઘટાડો નોંધાયો છે. 11માં દિવસે ફિલ્મે માત્ર 4.80 કરોડની જ કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 220.05 કરોડ રૂપિયા થઈ ગયું છે. બ્રહ્માસ્ત્ર પહેલા મંડે ટેસ્ટમાં પાસ થઈ હતી. મૂવીએ ડબલ ડિજિટમાં કલેક્શન કર્યું હતું.
શું 300 કરોડ કલેક્શન કરી શકશે બ્રહ્માસ્ત્ર?
બ્રહ્માસ્ત્રના કલેક્શનમાં ઘટાડો તો આવ્યો છે, પણ મૂવી 250 કરોડ તરફ આગળ વધી રહી છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ 360 કરોડ રૂપિયા કલેક્શન કર્યું છે. આવામાં સવાલ એ છે કે ફિલ્મ હિન્દી બેલ્ટમાં 300 કરોડ કલેક્શન કરી શકશે કે નહીં.