ગુજસીટોક કરવાના ચાલતા ષડયંત્ર અન્વયે એફ.આઈ.આર. પહેલાં જ રજૂઆત છતાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો: એડવોકેટ સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દલિત અગ્રણી અને સેવાભાવી તથા બિલ્ડિંગ મટિરિયલના વેપાર સાથે સંકળાયેલા નાના મવાના રહીશ રમેશ રાણાભાઈ મકવાણા કે જેઓને ગુજસીટોક જેવા ગંભીર ગુન્હામાં જેલના સળિયા પાછળ ધકેલવા ગુન્હો દાખલ થયાના બે વર્ષ અગાઉથી પ્લાનિંગ ચાલતું હોય જેવી ખોટી સ્ટોરી, ખોટો બનાવ, ખોટા ફરિયાદી ઉભી કરી તેના આધારે એક પછી એક ગુન્હાઓ દાખલ કરાવેલો તે વખતે જ રજૂ કરેલા બચાવમાં પણ હરીફ જૂથ દ્વારા ભવિષ્યમાં ગુજસીટોકની એફ.આઈ.આર. દાખલ કરવા દહેશત પણ વ્યક્ત કરવામાં આવેલી છતાં સામેના જૂથની સામાજિક, રાજકીય ઇશારે દલિત અગ્રણી રમેશભાઈ મકવાણાને ગુજસીટોકના ગંભીર ગુન્હામાં જામીન મુક્ત ન કરવા સામા જૂથ દ્વારા લંબાણપૂર્વક કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય ન રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રમેશ મકવાણાને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવતા હરીફ જૂથમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઉપરોક્ત ગુન્હાના કામે આરોપીઓ પૈકી રમેશભાઈ મકવાણાએ જામીન પર મુક્ત થવા કરેલી જામીન અરજી રાજકોટની સેશન્સ અદાલત દ્વારા રદ કરતાં તેની સામે નામદાર હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીના કામે સરકાર પક્ષે તથા સામેના જૂથના એડવોકેટ દ્વારા એવી રજૂઆતો કરેલી કે આરોપી વિરુદ્ધ અઢાર ગુન્હા નોંધાયેલા છે તેમજ સહઆરોપીનો હાલના આરોપી કરતાં ઓછો રોલ હોવા છતાં નામદાર હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી રદ કરેલી છે, જે નામદાર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, આરોપી હીસ્ટ્રીશીટર છે, જામીન મુક્ત ન કરવા કરેલી રજૂઆત સામે આરોપી રમેશ મકવાણાના એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવેલી કે અરજદાર દોઢેક વર્ષથી કસ્ટડીમાં છે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલી છે, નોંધાયેલા અઢાર ગુન્હાઓ પૈકી ગુજસીટોકમાં છ ગુન્હાઓ દર્શાવવામાં આવેલા છે જેમાંથી ચાર કેસમાં જ ચાર્જશીટ થયેલી છે, તેમાં પણ જામીન મુક્ત થઈ ગયા છે, ટ્રાયલ શરૂ થયેલી નથી, એપેક્ષ કોર્ટના બેઈલ નોટ જંપના પ્રિન્સીપાલને લક્ષે લઈ જામીન પર મુક્ત કરવા રજૂઆતો કરવામાં આવેલી હતી.
- Advertisement -
તમામ પક્ષેની રજૂઆતો, રેકર્ડ પરનો પુરાવો, ઈન્વેસ્ટીગેશનના કાગળો તથા અરજદાર સામેના તપાસના કાગળોમાં રહેલ રોલ વગેરે લક્ષે લેતાં આરોપીની કસ્ટડીના દિવસો તેમજ તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ થઈ ગયેલી હોય, ગુજસીટોકના ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ બતાવેલા ચાર ગુન્હાઓમાં અરજદાર જામીન મુક્ત હોય સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચૂકાદાઓની હકીકતો અને સિદ્ધાંતો લક્ષમાં લેતાં ગુન્હાની ફેક્ટ અને સંજોગો સાથે આક્ષેપોનો પ્રકાર ક્ધસીડર કરતાં પુરાવાની ડીટેઈલમાં ચર્ચા ન કરતાં અરજદારની તરફેણમાં વિવેક બુદ્ધિ સત્તાનો ઉપયોગ થઈ શકે તેવો કેસ માની અરજદાર રમેશ મકવાણાને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામના આરોપી રમેશભાઈ મકવાણા વતી હાઈકોર્ટમાં સિનિયર કાઉન્સીલ જાલ ઉમવાલા તથા મૌસમ યાજ્ઞીક તેમજ રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમાં નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલા હતા.