સમાજ સેવા હોય કે પછી જરૂરિયાતમંદોને મદદ કરવાની હોય ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા હંમેશાં મદદ માટે આગળ આવ્યા છે ત્યારે વધુ એક વખત રામભાઈ મોકરીયાએ સિવિલમાં એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે સિવિલમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી સમાજ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દર્દીઓને હાલાકી ન થાય તે માટે સતત સરકાર પ્રયત્નશીલ રહી છે તેવું રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું.
સાંસદની ગ્રાન્ટમાંથી 30 લાખની એમ્બ્યુલન્સ સિવિલને અર્પણ કરતાં રામભાઈ મોકરિયા
Follow US
Find US on Social Medias