ધનસુખભાઈ ભંડેરીની ભાજપ યુવા મોરચામાં સક્રિય ભૂમિકાથી લઈને ગુજરાત રાજ્યનાં મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન સુધીની 39 વર્ષ લાંબી રાજકીય સફરધનસુખ ભંડેરીની કારકિર્દી
1982માં અમદાવાદ ખાતે ભાજપમાં જોડાયા અને ભાજપ યુવા મોરચામાં સક્રિય ભૂમિકા ભજવી
1983માં ભવન્સ સાયન્સ કોલેજમાં જનરલ સેક્રેટરી (જી.એસ.) તરીકે ચૂંટાયા
1986માં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા
- Advertisement -
1990માં ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના યુવા મોરચાના સહ-ઈન્ચાર્જ તરીકે યશસ્વી કામગીરી બજાવી
1995થી 2010 સુધી રાજકોટ મહાનગરમાં કોર્પોરેટર તરીકે સતત ત્રણ ટર્મ માટે ચૂંટાયા
રાજકોટ મહાનગરપાલિકામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીન્ડીકેટ સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ
1999માં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે યશસ્વી કામગીરી કરી
ગુજરાત ભાજપ પ્રદેશના કારોબારી સદસ્ય તરીકે નિયુક્તિ થયેલ
2000થી 2003 સુધી પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી તરીકે સક્રિય ભૂમિકા અદા કરી
2003થી 2006 સુધી રાજકોટ મહાનગર ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી
2005થી 2008 સુધી રાજકોટ મહાનગરના મેયર તરીકે ચૂંટાયા
2009થી 2013 સુધી ફરી વખત રાજકોટ મહાનગર ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી
2013થી 2020 સુધી જામનગર મહાનગર અને જામનગર જિલ્લા ભાજપના પ્રભારી તરીકે સક્રિય ભૂમિકા નિભાવી
2015માં 1 જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક કરાઈ
- Advertisement -
આજ ધનસુખભાઈ ભંડેરીનો જન્મદિવસ હોય તેમના મો.99090 31311 પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
એક વખત કપ રકાબી વચ્ચે વાતચીત ચાલતી હતી. કપે રકાબીને ચીડવતા કહ્યું “જો તું કેવી નીચી છે, હું ઉચો રૂઆબદાર છું” રકાબી હસતાં-હસતાં કહેવા લાગી ‘તું બધાને ગરમ રાખે છે, હુ બધાને ઠંડા પાડુ છું. લોકો તને કાન પકડીને ઉચોં કરે છ.ે મને પાંચેય આંગળીઓથી સાચવીને ઉચકે છે.’ રકાબીના ટોણાનો કપ પાસે પ્રત્યુત્તર હતો નહિ, આ વાત કાલ્પનિક છે. પણ ધનસુખ ભંડેરીની કાર્યશૈલી જોઇએ ત્યારે યાદ આવે છ.ે તેમણે કપ જેવી નહિ પણ રકાબી જેવી વૃતિ રાખી છે. ચા કરતા ગરમ કીટલા ને જોતા-જોતા આજે પોતાના ચા જેવા તાજગીસભર જીવન પ9માં વર્ષના દ્વારે પહોંચ્યા છ.ે મૂળ અમરેલી જિલ્લાના વતની ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખ ભંડેરી (જન્મ-1963) ભૂતકાળમાં શહેર ભાજપના પ્રમુખ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, રાજકોટના મેયર વગેરે પદ પર રહી ચૂકયા છે. જુદા જુદા જિલ્લાઓમાં પાર્ટીના પ્રભારી તરીકે અને પ્રસંગોપાત નિરીક્ષક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે. માસ્તર સબંધોનો ક્કકો અને સંપર્કોની બારાખડી જાણે છે. એટલે જ નેતાગીરીની ગૂડબૂકના વાકયો બની શકયા છે. વારંવાર “ટીકીટબારી” સૂધી પહોંચયા પછી ટીકીટ મેળવવાની નિષ્ફળતાએ તેમને હવે સમયની માંગ મુજબના આંતરિક પરિવર્તન તરફ દોર્યાછે. કેસરિયા વિચારધારામાં કોઇ ફેર નથી પણ રાજકારણમાં બિસ્માર થઇ ગયેલ ર્માર્ગેથી હટીને ડાઇવર્ઝન દ્વારા ‘ટનાટન’ રસ્તા તરફની દિશા તેમણે પકડી છે. અબ આગે કદમ બઢાના હૈ, નયા સાલમે એક નયા ઇતિહાસ રચાના હૈ..