શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર સુશોભન સાથે ધજાઓ લગાવવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શ્રીરામની પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત રામનવમી તેહવાર આગામી તા.17 એપ્રિલના બુધવારે સમગ્ર દેશમાં પ્રભુ શ્રીરામનો જન્મોત્સવની ઉજવણી થવા જય રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને સમગ્ર સોરઠ પંથકમાં અનેરો ઉત્સાહ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ મહાનગરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં શહેરને કેસરી ધજા પતાકા સાથે ઝાંઝરડા રોડ પર કમાનો લગાવી શુશોભન કરવામાં આવ્યું છે.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ સહીત અલગ અલગ હિન્દૂ સંગઠનો દ્વારા શહેરમાં શ્રીરામની ધજા ઠેર ઠેર ફરકાવામાં આવી રહી છે.ત્યારે આગામી 17 એપ્રિલના રોજ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ સંગઠનો દ્વારા પ્રભુ શ્રીરામની ઝાંખી કરાવતા વિવિધ ફ્લોટ બનાવી શહેરના રાજમાર્ગો પર ફરશે અને જય જય શ્રીરામના નાદ સાથે ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વંથલીના શાપુર ખાતે આગામી તા. 17ના રોજ રામ જન્મ નિમિતે વંથલી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાઆરતી, શોભાયાત્રા તેમજ મહારાસ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શાપુર રામમંદિર ખાતે મહાઆરતી તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ધર્મોત્સવનો લાભ લેવા તમામ હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.