ભારત બંધના એલાન પગલે તાલુકા મથકે સુત્રોચ્ચાર સાથે આવેદન અપાયા
જૂનાગઢ, માણાવદર, વંથલી, મેંદરડા ખાતે વિરોધ સાથે આવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
SC-ST અનામત ચુકાદા મામલે આજે ભારત દેશ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ સહીત મેંદરડા, વંથલી અને માણાવદર સહીત તાલુકામાં આશિંક બંધ સાથે રેલી યોજી સુત્રોચાર કરીને જિલ્લા અને તાલુકા મથકોની કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો જેમાં સર્વોચ્ચ અદાલત દ્વારા તા.1-8-24ના રોજ પંજાબ સરકાર, રાજ્યસરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોને એસસી, એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકરને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે. આ ચુકાદાથી એસસી,એસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યને જે પાવર આપવામાં આવ્યા છે તે બંધારણીય બેંચ દ્વારા એસસી, એસટી કેટેગરીને મળતી અનામતના માપદડમાં ફેરફાર કરવા સમાવ છે. આ ચુકાદાના કારણે એસસી જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડની પ્રેકટીલ થાય છે તેવી જાતિઓના સમૂહને અનામતના માઘ્યમથી તેના હકકો-પ્રતિનિધીત્વ જાળવવાની બંધારણીય પ્રતિબઘ્ધતા સામે સવાલો ઉભા થઇ શકે છે. અનુસુચિત જાતિ અને જનજાતિએ સમાન પણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ કેટેગરી છે. જેમાં તે વર્ગના પ્રનિધિત્વ માટે સંવૈધાનિક જોગવાઇ છે.
દેશની હરએક જાતિ માટે જોગવાઇ નથીઅને 6743 જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવી પણ શકય નથી. આ વર્ગ, કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ 341 મુજબ સમહામહિમ રાષ્ટ્રપતિ છે તેમ છતા સુપ્રિમકોર્ટ દ્વારા આકેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રિમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે. જે દેશની અનુસુચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઇ શકે તેમ હોય અમે આ ચુકાદોને નિરસ્ત કરતી સંવેધાનિક પ્રણાલીને અનુસરી ઘટતુ કરવા આપ સમક્ષ નમ્ર અરજ કરીએ છીએ.બઆ સાથે અનુસુચિત જાતિઓમાં એકતા જળવાયઇ રહે તથા દેશમાં શાંતિ-સુલેહ જળવાઇ રહે તથા નાગરિકોમાં અસંતોષકારી ભાવના ન પ્રગટે તે માટે અમારી માંણીઓ છે કે, 1) એસસી,એસટી અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આતો 1-8-24નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચુકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચુકાદાને બહાલ કરવામાં આવે. (2) એસસી,એસટી કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે, જે ગરીબ રહી ગઇ છે તેને અલગથી ઇડબલ્યુએસ જેવી સગવડ જનરલ કોટામાંથી આપામાં આવે કારણ કે દેશના ગરીબ નાગરિકોના ઉત્થાન માટે ઇડબલ્યુએસ કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ ઇડબલ્યુ કોટાની જોગવાઇ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે. 3) એસસી,એસટી બંધારણીય અનામત જોગવાઇ પ્રતિનિધિત્વ જે બંધારણની 9મી અનુસુચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્રેશ રાજકીય લાભ આપવા કોઇ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે.4) એસસી,એસટી કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવે.5) એસસી,એસટી કયોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂપ આપાવમાં આવે. 6) રિઝર્વેશન એટક બનાવવામાં આવે. 7) રિઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનું માળખુ તૈયાર કરવામાં આવે. 8) જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબરથી અમલ કરવામાં આવે. 9) સરકારી, અર્ધસરકારી જાહેર સાહસોનું ખાનગીકર, વેચાણ બંધ કરવામાં આવે.10) શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે. 11) પ્રાઇવેટ સેકટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે. 12) હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા દ્વારા મેરીટથી કરવામાં આવે. 13) કોલેજીયન સિસ્ટમ નાબુદ કરવામાં આવે. 14) ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરજીયાત જોગવાઇ કરવામાં આવે. 15) લેટરની એન્ટ્રી સિસ્ટમ ગૈર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે તેવી વાત સાથે જૂનાગઢ તેમજ જિલ્લાના તાલુકાઓમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર આગેવાનો દ્વારા આપવામાં આવેલ હતા.




