મહિલા મોરચાના બહેનો દ્વારા વિજયભાઈ રૂપાણીના કાંડે રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય, ઉતરોઉતર પ્રગતિ અને તેમના શાસનમાં ગુજરાત વિકાસના નવા ઉચ્ચ આયામો સિધ્ધ કરે એવી મંગલકામના કરાઈ : બીનાબેન આચાર્ય, કિરણબેન માકડીયા ભાઈ અને બહેને સ્નેહના તાંતણે બાંધતો પવિત્ર સંબધ એટલે રક્ષાબંધન.
ભાઈને હાથે રાખડી બાંધતા પહેલા બહેન તેને કુમકુમ તિલક કરે છે, તે કેવળ ભાઈની મસ્તક પુજા નથી પણ ભાઈના વિચારો પર બુધ્ધિ અને વિશ્વાસનું દર્શન છે. રક્ષાબંધનના પર્વથી સમગ્ર સ્ત્રી સમાજ તરફ ભાઈ પવિત્ર દૃષ્ટિ, આદરની ભાવનાથી જોવે તેવો મહાન સંદેશ પણ મળે છે. ત્યારે રક્ષાબંધનના પાવન પર્વે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી કિરણબેન માકડીયા, ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા સંગઠનના બહેનોએ માન. વિજયભાઈ રૂપાણીના કાંડે રાખડી બાંધી દીર્ઘાયુષ્ય, તેમની ઉતરોઉત્તર પ્રગતિ અને તેમના શાસનમાં ગુજરાત વિકાસના નવા ઉચ્ચ આયામો સિધ્ધ કરે એવી મંગલકામના કરી હતી.આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા, રમાબેન હેરભા, કલ્પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા, અરૂણાબેન આડેસરા, દીપાબેન કાચા, પ્રકાશબા ગોહિલ, જયશ્રીબેન પરમાર, ભાવનાબેન મહેતા, માધવીબેન ઉપાધ્યાય સહીતના બહેનો ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -



