ભાઈ-બહેનનાં નિઃસ્વાર્થ પ્રેમનું પાવન પર્વ એટલે રક્ષાબંધન. આજે સૌ કોઈ રક્ષાબંધનની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આપણા તહેવારો એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એક રાખડીમાં એટલે બધી લાગણી સમાયેલી છે. રક્ષા બંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી.
- Advertisement -
રાખડીનું બંધન પરસ્પર વચનોનું બંધન છે. રાખડીનું બંધન એ કદીયે ના ખૂટે તેવા સ્નેહનું બંધન છે. ત્યારે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
- Advertisement -
દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
દર વર્ષે રક્ષાબંધનની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાજપ મહિલા મોચરાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી.