પરિવારથી દૂર રહેલા જવાનોને રાખડી બાંધીને ભાવનાત્મક બંધન ઊભું કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓખાની સામાજિક મહિલા કાર્યકર્તાઓએ મોજપ ખાતે આવેલા ઇજઋ કેમ્પમાં જઈને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મહિલાઓએ દેશની સુરક્ષા કરી રહેલા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની પૂર્વ ઉજવણી કરી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં ઓખાના સામાજિક કાર્યકર્તા સોનલબેન વિશાલભાઈ પીઠીયા અને રક્ષાબેન જોષી સહિત અન્ય મહિલાઓ હાજર રહી હતી. તેમણે ઇજઋ ના જવાનો, જેમાં ડી.આઈ.જી. અશ્વિનીકુમાર, કમાન્ડન્ટ શ્રીધર નિકમ, અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અતુલ ગેહલોતનો સમાવેશ થાય છે, તેમને રાખડી બાંધી.
આ તકે, દેશની સેવા કરતા જવાનો જે પોતાના પરિવારથી દૂર છે, તેમને રાખડી બાંધતી વખતે ભાઈઓ અને બહેનો વચ્ચે ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાઓએ જવાનોને રાખડી બાંધીને રક્ષાસૂત્રના આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમમાં પૂજાબેન દવે, લક્ષ્મીબેન જોષી, પૂનમબેન જેઠવા, નિયતિબેન પીઠીયા, દિવ્યાબેન ઠાકર, અર્ચનાબેન અને અન્ય મહિલાઓ હાજર રહી હતી.
ઇજઋના અધિકારીઓએ આ લાગણીસભર કાર્યક્રમ બદલ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.