જામનગર: રાજ્યમંત્રી હકુભા જાડેજાની તબિયત લથડતા તેમને શહેરની જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગઈ કાલે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ સભા પુરી થયા બાદ આજ રોજ સવારે તાવ અને ડાયરિયા થઈ જવાના કારણે તેમને સારવાર અર્થે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબિયત સારી હોવાના અહેવાલ સામે આવ્યા છે માટે સમર્થકોની ચિંતામાં રાહત થઇ છે.


