મેગા ફાઈનલના વિજેતા કિંગ જસ્ટિન પાંભર અને ક્વિન જાનવી કાંકરેચાને લાખેણા ઈનામોથી નવાજ્યા
સુપ્રસિદ્ધ સિંગર ચાર્મી રાઠોડ, રિયાઝ કુરેશી, જયદાન ગઢવીએ ખેલૈયાઓને સૂરોના તાલે ડોલાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 150 રીંગ રોડ બાલાજી હોલ પાછળ ધોળકિયા સ્કૂલ ની સામેના પટાંગણમાં યોજાયેલા રજવાડી રાસોત્સવનું રંગારંગ સમાપન થયું હતું. છેલ્લા દિવસે કિંગ, ક્વિનને લાખેણા ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા. નવ નોરતા દરમિયાન પ્રિન્સ, પ્રિન્સે સ તરીકે વિજેતા થયેલા ખેલૈયાઓ વચ્ચે અલગ – અલગ સ્ટાયઇલમાં નિયમ મુજબના રાઉન્ડર રૂપે કસોકસ મુકાબલો યોજાયો હતો. એકથી એક ચઢીયાતું પરફોમન્સન હોવાથી નિર્ણાયકોની પણ આકરી કસોટી થઇ હતી. નિર્ણય આવી ગયા બાદ તટસ્થતા અને પૂરી પારદર્શકતા સાથે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યાત હતાં. ખેલૈયાઓએ ગૃપ એ, બી અને સી પ્રમાણે રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં સિક્સ સ્ટેપ, બીજા રાઉન્ડમાં ચોકડી, ત્રીજા રાઉન્ડમાં ફ્રી સ્ટાઈલનો ટાસ્ક અપાયો હતો.
તમામ પ્રિન્સ-પ્રિન્સેસ ખેલૈયાઓ ચણીયા-ચોણી, કેડીયું, ઝભ્ભો સહિત ટ્રેડીશનલ કપડા પહેરીને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. જેમાં મેગા ફાઈનલમાં કિંગ જસ્ટિન પાંભર અને ક્વિન જાનવી કાંકરેચા બની હતી. જ્યારે જુનિયરમાં કિંગ ભાવિન ભેડા અને ક્વિન વૈભવી મારકણા થઈ હતી.
આ દસ દિવસ સુધી રાજકોટના ખ્યાતનામ જીલ એન્ટરટેઇન્ટમેન્ટ આઇ કે રિધમ ઑરકેસ્ટ્રાના સથવારે કંઠની કોયલ ફોક સિંગર ચાર્મી રાઠોડ, સૂરનો બેતાજ બાદશાહ રિયાઝ કૂરેશી, ડાયરાનો માણીગર જયદાન ગઢવી તેમજ સમગ્ર માહોલ ઝલક જોશી વાણીથી તરબોળ કર્યા હતા. 1,00,000 વોલ્ટ લાઈન એરર આશિષ સાઉન્ડ સિસ્ટમના સુરે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
આ આયોજનને ચાર ચાંદ લગાવવા માટે ચેરમેન વિશાલ પટેલની રાહબરી હેઠળ વાઇસ ચેરમેન મોહિત વઘાસિયા, પ્રેસિડેન્ટ સંજયસિંહ ઝાલા, વાઇસ પ્રેસિડેન્ટ હિરેન પટેલ, સેક્રેટરી તરંગ રૂપાપરા, વાઇસ સેક્રેટરી વિરજસિંહ ઝાલા, ગૌરવ પટેલ, હિરેન રોકડ, ભાવેશ સોરઠીયા, જીતેન જડિયા, વસીમ ડાકોરા, વિરાજ પટેલ, નિશાંત સેઠ, ભાવેશ પાદરીયા, એજાજ ડાકોરા, જતીન મકવાણા, અરુણ દેશાણી, સંદીપ મકવાણા, સંજય ગઢવી, હર્ષ નથવાણી, પંકજ કમાણી, રાજ પાગડા, ચિરાગ ડોબરીયા, નિશાંત ભૂત, નિકુંજ પટેલ, રાહુલ લીંબાણી તેમજ આત્મન ગ્રુપના તમામ સભ્યો ખાસ જહેમત ઉઠાવી હતી.