રાજુલા પોલીસે રૂ. 31,800નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલાના ચૌત્રા ગામે ખોટી સ્કીમ ચલાવનાર રાજસ્થાની ગેંગે ગામના લોકોને ત્રણ ટીકીટો ખરીદવા માટે લલચાવી રૂ. 1,39,964 વસૂલ્યા હતા અને વચન આપ્યું હતું કે ગોડરેજ કંપનીનો ફ્રીજ ફ્રીમાં આપવામાં આવશે. એક વ્યક્તિ પાસેથી રૂ. 11,997ની રકમ લીધી. ગુન્હાની નોંધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318, 61 અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝિટર્સ એક્ટ હેઠળ નોંધાઈ હતી.
પોલીસે પપુરામ બાબુરામ ચૌધરી (કોહરા ગામ, તા. ફતેહગઢ, રાજસ્થાન) અને અમૃતલાલ દેશલારામ ચૌધરીને રૂ. 31,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બાકી ચાર આરોપીઓ સુમેર ચૌધરી, નરપત ચૌધરી, રૂપારામ ચૌધરી અને કીશોર ચૌધરીની ધરપકડ માટે વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ રાખી છે.
રાજુલા પીઆઇ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના મધુભાઇ પોપટ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, હરેશભાઇ કવાડ, ચંદ્રેશભાઇ કવાડ અને પ્રૂથ્વિરાજસિંહ ચાવડા દ્વારા કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી.