ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના વિકટર ખાતે ૠઇંઈક ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનારનુ આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને ટ્રાફિક તેમજ માર્ગ સલામતીના નિયમો અંગે માહીતીઓ આપી હતી. આ સેમિનારમાં ખાસ અમરેલી જિલ્લા પોલીસ વિભાગમાંથી છઝઘ ઇન્સ્પેક્ટર વી.એમ.શાહ અને સબ ઇન્સ્પેક્ટર વી.વી.ગોહિલ દ્વારા ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીને માહિતગાર કર્યાં હતાં. આ તકે ૠઇંઈક સોલ્ટ વિભાગના સિનિયર જનરલ મેનેજર જે.વી.જોશી, જનરલ મેનેજર અજિત કોટેચા, સિનિયર મેનેજર આરીફભાઈ તથા મહેન્દ્રભાઈ મજીઠીયા સહિત ૠઇંઈક સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રેનિંગ સેન્ટર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રાજુલા: માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/rajula1-860x387.jpeg)