ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા વન વિભાગે લીમડાના લાકડા ભરેલા બે ટ્રકને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. રાજુલાના બાયપાસ રોડ નજીક વહેલી સવારે ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણી,વનપાલ જી.આઈ.ધાનધલા,ગુલમહંમદ ઝાંખરા સહિત સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન હોવાથી લાકડા ભરેલ બે ટ્રકો આવી રહ્યા હતાં અને બન્ને ટ્રકને ઝડપી પાડ્યાં હતાં. વન વિભાગે આશરે 20 ટન લીમડાનો જથ્થો ઝડપી લીધો હતો. આ ટ્રકના ગાડી નં. ૠઉં-13-8899 અને આરોપી મહમદ અબુભાઈ ઉવ.50 ગામ ટીબી, તા.જાફરાબાદ, ગોહિલ ભરત ગામ સામતેર,તા.ઉના તેમજ બીજી ગાડી નં.ૠઉં-01-ઈટ-0009 ના આરોપી રાઠોડ ભરત મસરી ઉ.વ.52 ગામ સામતેર તા.ઉના તેમજ સોલંકી વિક્રમ જીણા ઉ.વ.31 ની અટકાયત કરી મુદ્દામાલ સાથે પકડી પાડી ભારતીય વન અધિનિયમ1927 મુજબ ગુન્હો નોંધી વાહન ડિટેઇન કરી અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે મોડીરાતે એક દેશી બાવળ ભરેલો બોલેરોને પણ ઝડપી પાડ્યો. ત્યારબાદ આજે વહેલી સવારે લાકડા ભરેલ બે ટ્રક ઝડપી પાડ્યાં છે. રાજુલા વન વિભાગે ગેરકાયદેસર ત્રણ વાહનોને ઝડપી પાડી કુલ લાકડાનો આશરે 22 ટન જથ્થો ઝડપી પાડયો હતો. છઋઘ એસ.એમ.મકરાણી સહિત ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી હતી.